#NOSTALGIA : સલમાન ખાનના ખોળામાં રમતો આ ક્યૂટ છોકરો કોણ છે? ઓળખી બતાવો

01 March, 2023 05:13 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

ફોટોમાં તમે જોઈ શકો છો કે સલમાને એક નાનકડા બાળકને ખોળામાં તેડ્યો છે. સલમાને પોતે આ ફોટો પોતાના ટ્વિટર એકાઉન્ટ પર શેર કર્યો છે

તસવીર સૌજન્ય: સલમાન ખાનનું ટ્વિટર ઍકાઉન્ટ

સલમાન ખાન (Salman Khan) બોલિવૂડના સુપરસ્ટાર છે. ટૂંક સમયમાં સલમાન ખાનની ફિલ્મ `કિસી કા ભાઈ કિસી કી જાન` (Kisi Ka Bhai Kisi Ki Jaan) રિલીઝ થવા જઈ રહી છે. સલમાન ખાનના ફેન્સ તેમની આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. સલમાન ખાન સાથે જોડાયેલી નાની-નાની વાત સોશિયલ મીડિયા પર અવારનવાર વાયરલ થતી રહે છે. ખાસ કરીને તેમના થ્રોબેક પિક્ચર્સને ખૂબ પસંદ કરવામાં આવે છે. આજે પણ અમે તમારા માટે સલમાન ખાનનો એવો જ એક જૂનો ફોટો લાવ્યા છીએ. આ ફોટામાં તમારે સલમાન ખાનના ખોળામાં જોવા મળતા આ નાના બાળકને ઓળખવું પડશે. તો પહેચાન કોન?

ફોટોમાં તમે જોઈ શકો છો કે સલમાને એક નાનકડા બાળકને ખોળામાં તેડ્યો છે. સલમાને પોતે આ ફોટો પોતાના ટ્વિટર એકાઉન્ટ પર શેર કર્યો છે. ફોટો શેર કરતાં તેમણે લખ્યું છે કે, "કાલે લોન્ચ થઈ રહ્યું છે... ચાલો જોઈએ કે આ છોકરો આજે કેવો દેખાય છે..." શું તમે કહી શકશો કે આ બાળક કોણ છે? તમને એક હિન્ટ આપીએ. આ બાળક હાલ અભિનેત્રી સોનાક્ષી સિન્હા (Sonakshi Sinha)ને ડેટ કરી રહ્યું છે, જે ફિલ્મ `દબંગ`માં સલમાન ખાનની હિરોઈન હતી.

આ પણ વાંચો: #NOSTALGIA : ડિમ્પલ કાપડિયા સાથે દેખાતી આ ગોળમટોળ છોકરીને તમે ઓળખો છો?

કહેવામાં આવી રહ્યું છે કે આ બાળક બીજું કોઈ નહીં પણ ઝહીર ઈકબાલ (Zahir Eqbal) છે. જો કે હજુ સુધી નામની પુષ્ટિ થઈ નથી, પરંતુ સોશિયલ મીડિયા પર આવી રહેલી કૉમેન્ટ્સમાં લોકો આ બાળકનું નામ ઝહીર ઈકબાલ જણાવી રહ્યા છે. ઝહીર ઈકબાલ એક જાણીતા અભિનેતા છે. તે નોટબુક ફિલ્મમાં તેના શાનદાર અભિનય માટે જાણીતા છે. તે પ્રનૂતન બહેલ સાથે નોટબુકમાં દેખાયો હતો. આ સાથે તે તાજેતરમાં જ સોનાક્ષી સિંહા અને હુમા કુરેશી સાથે ડબલ એક્સએલમાં જોવા મળ્યો હતો.

entertainment news bollywood news Salman Khan sonakshi sinha