નોરા ફતેહીના બનેવીએ સુકેશ પાસેથી ૬૫ લાખ રૂપિયાની કાર લીધી હતી

17 September, 2022 04:36 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

નોરાને છ કલાક સુધી સવાલ પૂછવામાં આવ્યા હતા. એ દરમ્યાન નોરાએ જણાવ્યું કે તે સુકેશને અને તેની ખાસ એવી પિન્કી ઈરાનીને પર્સનલી નથી ઓળખતી અને તેમની સાથે કદી પણ મુલાકાત નથી કરી.

નોરા ફતેહી

નોરાના બનેવી બૉબીએ જણાવ્યું છે કે સુકેશ ચન્દ્રશેખર પાસેથી તેણે ૬૫ લાખની બીએમડબ્લ્યુ કાર લીધી હતી. જૅકલિન ફર્નાન્ડિસ બાદ નોરાને દિલ્હી પોલીસની ઇકૉનૉમિક ઑફેન્સ વિન્ગે સુકેશના કેસની પૂછપરછ માટે બોલાવી હતી. નોરાને છ કલાક સુધી સવાલ પૂછવામાં આવ્યા હતા. એ દરમ્યાન નોરાએ જણાવ્યું કે તે સુકેશને અને તેની ખાસ એવી પિન્કી ઈરાનીને પર્સનલી નથી ઓળખતી અને તેમની સાથે કદી પણ મુલાકાત નથી કરી. સાથે જ નોરાએ એમ પણ જણાવ્યું કે તે સુકેશ સાથે માત્ર વૉટ્સઍપ દ્વારા જ સંપર્કમાં હતી. 

નિક્કી તંબોલી અને ચાહત ખન્નાને પણ સુકેશે આપી હતી મોંઘી ગિફ્ટ્સ

ઠગ સુકેશ ચન્દ્રશેખરના કેસમાં વધુ એક ચોંકાવનારી માહિતી બહાર આવી છે. નિક્કી તંબોલી અને ચાહત ખન્નાને પણ તેણે કીમતી ગિફ્ટ્સ આપી હતી.  ચાહત ખન્ના, સોફિયા સિંહ અને અરુષા પાટીલે જેલમાં બંધ સુકેશ સાથે જેલમાં મુલાકાત કરી હતી. એવું જાણવા મળ્યું છે કે નિક્કીને સાડાત્રણ લાખ કૅશ અને ગુચીની બૅગ આપવામાં આવ્યાં હતાં. ચાહતને બે લાખ કૅશ અને વર્સાચીની વૉચ સુકેશે આપી હતી.

bollywood news bollywood bollywood gossips entertainment news nora fatehi