વિશ્વમાં કોઇનું પણ માનસિક બીમારીને કારણે નિધન ન થાય એવી ઇચ્છા છે:દીપિકા

11 February, 2021 12:11 PM IST  |  Mumbai | Agencies

વિશ્વમાં કોઇનું પણ માનસિક બીમારીને કારણે નિધન ન થાય એવી ઇચ્છા છે:દીપિકા

વિશ્વમાં કોઇનું પણ માનસિક બીમારીને કારણે નિધન ન થાય એવી ઇચ્છા છે:દીપિકા

દીપિકા પાદુકોણનું કહેવું છે કે દુનિયામાં કોઈ પણ વ્યક્તિનું મેન્ટલ હેલ્થને કારણે નિધન ન થાય એવી તેની ઇચ્છા છે. મેન્ટલ હેલ્થને લઈને લોકોમાં જાગૃતિ લાવવા માટે દીપિકા સક્રિય છે. એના માટે તેણે ૨૦૧૫માં ધ લિવ લવ લાફ ફાઉન્ડેશનની શરૂઆત કરી છે અને એના માધ્યમથી સ્ટ્રેસ, ગભરામણ અને ડિપ્રેશન વિશે લોકોને સજાગ કરે છે. પોતાની સંસ્થાનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને દીપિકાએ કૅપ્શન આપી હતી કે ‘મેન્ટલ હેલ્થ પ્રતિ સજાગતા લાવવી એક એવી પહેલ છે જે મારા માટે વ્યક્તિગત અને મારી નજીક છે. છેલ્લાં પાંચ વર્ષોમાં ડોનર્સ, પાર્ટનર્સ, સરકારી વિભાગ અને અમારી મહેનતુ ટીમે લિવ લવ લાફ ફાઉન્ડેશનની જર્નીમાં સિંહફાળો આપ્યો છે. જોકે એની સચોટ અસર એ છે કે એવા કેટલાક લોકો છે જેમની પાસે માનસિક બીમારીનો પોતાનો અનુભવ છે અને તેમની કાળજી લેનારાઓ પણ છે. હું એક એવું વિશ્વ ચાહું છું કે મેન્ટલ ઇલનેસને કારણે કોઈએ જીવ ગુમાવવાનો વારો ન આવે અને લિવ લવ લાફ ફાઉન્ડેશન એ ઉદ્દેશને સાકાર કરવા માટે સમર્પિત છે.’

bollywood bollywood news bollywood ssips deepika padukone