News In Shorts: બંગલા સાહિબની ચૌખટ પર કાર્તિક-કિયારા

23 May, 2022 12:07 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કાર્તિક આર્યન અને કિયારા અડવાણી ગઈ કાલે દિલ્હીમાં આવેલા બંગલા સાહિબ ગુરદ્વારામાં જોવા મળ્યાં હતાં.

બંગલા સાહિબની ચૌખટ પર કાર્તિક-કિયારા

બંગલા સાહિબની ચૌખટ પર કાર્તિક-કિયારા

કાર્તિક આર્યન અને કિયારા અડવાણી ગઈ કાલે દિલ્હીમાં આવેલા બંગલા સાહિબ ગુરદ્વારામાં જોવા મળ્યાં હતાં. તેઓ હાલમાં તેમની ‘ભૂલભુલૈયા 2’ને ખૂબ જ જોરશોરમાં પ્રમોટ કરી રહ્યાં છે. કાર્તિક મુંબઈ ઍરપોર્ટ પર તેની કારમાંથી નીકળીને ખૂબ જ ઝડપથી ઍરપોર્ટમાં જતો જોવા મળ્યો હતો. તે ફ્લાઇટ ચૂકી જશે એવું પણ તે બોલતો સાંભળવા મળ્યો હતો. તેઓ ગુરદ્વારામાં તેમની ફિલ્મની સફળતા માટે પ્રાર્થના કરતાં જોવા મળ્યાં હતાં. 

કાનમાં ‘સફેદ’નું પોસ્ટર લૉન્ચ કરશે જુહી પારેખ મહેતા

 

જુહી પારેખ મહેતા વિદ્યુત જામવાલ સાથે

જુહી પારેખ મહેતા તેની પ્રોડ્યુસર તરીકેની ફિલ્મ ‘સફેદ’નું પોસ્ટર કાન ફિલ્મ ફેસ્ટિવલમાં લૉન્ચ કરશે. જુહીએ વિદ્યુત જામવાલની ‘શેર સિંહ રાણા’ અને નુસરત ભરૂચાની ‘જન હિત મેં જારી’ને પણ કો-પ્રોડ્યુસ કરી છે. તે ‘મૅરી કૉમ’ના પ્રોડ્યુસર સંદીપ સિંહની ડિરેક્ટોરિયલ ડેબ્યુ ફિલ્મ ‘સફેદ’ને પણ કો-પ્રોડ્યુસ કરી રહી છે. આ ફિલ્મનું પોસ્ટર તે કાનમાં લૉન્ચ કરવાની છે.

કહો ના પ્યાર હૈ

હૃતિક રોશનની એક્સ-વાઇફ સુઝૅન ખાને હાલમાં જ બૉયફ્રેન્ડ અર્સલાન ગોની સાથેનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કર્યો છે. તેઓ સોનલ ચૌહાણના બર્થ-ડે બૅશમાં ગોવા ગયાં હતાં. અર્સલાને પણ સોનલના બર્થે-ડેના ફોટો શૅર કર્યા હતા. આ ફોટો પર તેના ભાઈ અલી ગોનીએ પણ કમેન્ટ કરી હતી. અર્સલાન સાથેનો ફોટો શૅર કરીને સુઝૅને કૅપ્શન આપી હતી કે ‘બીચ હંમેશાં એક જગ્યા નથી હોતી, કેટલીક વાર એ એક ફીલિંગ પણ હોય છે.’

સમન્થા, નયનતારા અને વિજય સેતુપતિની ‘કેઆરકે’ રિલીઝ થશે ઑનલાઇન

સમન્થા રુથ પ્રભુ, નયનતારા અને વિજય સેતુપતિની ‘કેઆરકે’ને હવે ઑનલાઇન રિલીઝ કરવામાં આવશે. આ ફિલ્મને તામિલમાં સારો ​રિસ્પૉન્સ મળ્યો છે. તેમ જ તેલુગુમાં ફિલ્મને લોકોએ વખોડી કાઢી હતી. આ ફિલ્મ હવે ઑનલાઇન રિલીઝ થવા જઈ રહી છે. ફિલ્મના પ્રોડ્યુસરનું કહેવું છે કે આ ફિલ્મે તેલુગુમાં પણ પ્રૉફિટેબલ બિઝનેસ કર્યો હતો. આ​ ફિલ્મને ડિઝની + હૉટસ્ટાર પર ૨૭ મેએ રિલીઝ કરવામાં આવશે. આ ​માટે મેકર્સને ખૂબ જ સારી ઑફર કરવામાં આવી હોવાની ચર્ચા છે. આ એક ટ્રાયેન્ગલ લવ સ્ટોરી છે જેને વિજ્ઞેશ શિવને ડિરેક્ટ કરી છે અને મ્યુઝિક અનિરુદ્ધ દ્વારા આપવામાં આવ્યું છે.

કરીના, જયદીપ અને હું દાર્જીલિંગમાં ખૂબ જ મસ્તી કરી રહ્યાં છીએ : વિજય વર્મા

વિજય વર્માનું કહેવું છે કે તે દાર્જીલિંગમાં કરીના કપૂર ખાન અને જયદીપ અહલાવત સાથે ખૂબ જ મજા કરી રહ્યો છે. સુજૉય ઘોષના પ્રોજેક્ટ ‘ડિવોશન ઑફ સસ્પેક્ટ એક્સ’માં તેઓ કામ કરી રહ્યા છે. વિજય વર્માએ હાલમાં જ હિલ સ્ટેશનના કેટલાક ફોટો શૅર કર્યા છે. આ વિશે વાત કરતાં​ વિજય વર્માએ કહ્યું હતું કે ‘દાર્જીલિંગ ખૂબ જ સુંદર શહેર છે. આ ખૂબ જ શાંત જગ્યા છે. કરીના, જયદીપ અને હું અહીં ખૂબ જ મજા કરી રહ્યાં છીએ. સાચું કહું તો અમે પોતાને નસીબદાર માનીએ છીએ કે અમે હીટવેવથી દૂર છીએ અને આ શહેરના અદ્ભુત વાતાવરણમાં તેમના મોમોઝની મજા માણી રહ્યાં છીએ. કોઈ-કોઈ દિવસ ધુમ્મસને કારણે શૂટિંગ કરવાની અને મુસાફરી કરવાની તકલીફ પડી જાય છે. આ એક ખરેખર લાઇફટાઇમ એક્સ્પીરિયન્સ છે.’ 

bollywood news entertainment news