News in Short:પુરાની યાદેં, તો અહીં ‘ખતરોં કે ખિલાડી 11’માં ઇન્જર્ડ થયો વરુણ સૂદ

19 June, 2021 12:13 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ફિલ્મમાં સલમાન ખાન, ઐશ્વર્યા રાય બચ્ચન અને અજય દેવગન લીડ રોલમાં હતાં. સંજય લીલા ભણસાલી સાથેનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને સલમાને કૅપ્શન આપી હતી કે બાઇસ સાલ હો ગએ. 

News in Short:પુરાની યાદેં, તો અહીં ‘ખતરોં કે ખિલાડી 11’માં ઇન્જર્ડ થયો વરુણ સૂદ

પુરાની યાદેં

‘હમ દિલ દે ચુકે સનમ’ને બાવીસ વર્ષ થતાં ફિલ્મની ટીમની યાદો તાજી થઈ ગઈ છે. સંજય લીલા ભણસાલીની આ ફિલ્મ અને એનાં ગીતો આજે પણ લોકોને ગમે છે. આ ફિલ્મ દ્વારા સેટ પર એક રિયલ લવ સ્ટોરીએ પણ જન્મ લીધો હતો. જોકે સમયની સાથે એ લવ સ્ટોરી અધૂરી જ રહી ગઈ છે. ફિલ્મમાં સલમાન ખાન, ઐશ્વર્યા રાય બચ્ચન અને અજય દેવગન લીડ રોલમાં હતાં. સંજય લીલા ભણસાલી સાથેનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને સલમાને કૅપ્શન આપી હતી કે બાઇસ સાલ હો ગએ. 

જોકે કેટલાય લોકોએ તેને ઐશ્વર્યાની પણ યાદ અપાવી હતી. બીજી તરફ એ ફિલ્મના સેટ પરના કેટલાક ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને અજય દેવગને કૅપ્શન આપી હતી કે ‘બાવીસ વર્ષ પસાર થઈ ગયાં ‘હમ દિલ દે ચુકે સનમ’ને. સલમાન, સંજય, ઍશ અને હું જાણતાં હતાં કે અમે એક સુપર સેન્સિટિવ ફિલ્મ બનાવી રહ્યાં છીએ. જોકે સપનેય ખ્યાલ નહોતો કે ફિલ્મ ઇતિહાસ રચી દેશે. એની ખુશી છે.’

જોઈ લો રુદ્રવીરને

અર્જુન રામપાલે ‘ધાકડ’ માટે નવો લુક અપનાવ્યો છે. સેલિબ્રિટી હેરસ્ટાઇલિસ્ટ આલિમ હકીમે તેને આ નવો પ્લૅટિનમ બ્લૉન્ડ હેર લુક આપ્યો છે. ડિરેક્ટર રજનીશ ઘઈની ‘ધાકડ’માં તે રુદ્રવીરના રોલમાં જોવા મળશે. પોતાનો સ્ટાઇલિશ લુક ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને અર્જુને કૅપ્શન આપી હતી કે ‘ફિલ્મના એક ચૅલેન્જિંગ પાર્ટે મને આ કરવા માટે આગળ ધકેલ્યો છે. મારી મદદ કરવા માટે મારા ભાઈ આલિમ હકીમનો અને આ અહેસાસ કરાવવા માટે રજનીશ ઘઈનો આભાર.’

‘ખતરોં કે ખિલાડી 11’માં ઇન્જર્ડ થયો વરુણ સૂદ

‘ખતરોં કે ખિલાડી 11’માં રિસ્કી સ્ટન્ટ કરતી વખતે વરુણ સૂદને ઈજા થતાં તેને હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. સાઉથ આફ્રિકાના કેપ ટાઉનમાં આ શોનું શૂટિંગ ચાલી રહ્યું છે. રોહિત શેટ્ટી શોને હોસ્ટ કરી રહ્યો છે. થોડા સમય પહેલાં નિક્કી તંબોલીને પણ હાથમાં ઈજા થતાં તેને હૉસ્પિટલમાં ઍડ્મિટ કરવામાં આવી હતી. હવે વરુણ સૂદને પણ ઈજા થઈ છે. તેને હાથના કાંડામાં અસહ્ય પીડા થઈ હતી. સૌકોઈને લાગતું હતું કે કદાચ તેને ફ્રૅક્ચર આવ્યું હશે. તરત કરવામાં આવેલી ટ્રીટમેન્ટથી તેને આરામ પડ્યો હતો. ડૉક્ટરે તેને બે-ત્રણ દિવસ આરામ કરવાની સલાહ આપી હતી, પરંતુ આરામ ન કરતાં તે તરત સેટ પર પહોંચી ગયો હતો.

bollywood news bollywood bollywood gossips entertainment news