રસોડે મે કૌન થાઃ ‘કાશીબાઈ’એ ‘મસ્તાની’ને શું કહ્યું? જુઓ આ વીડિયોમાં...

31 August, 2020 01:56 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

રસોડે મે કૌન થાઃ ‘કાશીબાઈ’એ ‘મસ્તાની’ને શું કહ્યું? જુઓ આ વીડિયોમાં...

દીપિકા અને પ્રિયંકા

કોઈ પણ વ્યક્તિએ વિચાર્યું નહી હોય કે ‘સાથ નિભાના સાથિયા’નો એક નોર્મલ ડાયલોગ વર્ષો પછી ઈન્ટરનેટમાં લાંબા સમય સુધી ટ્રેન્ડિંગમાં રહેશે. રૂપલ પટેલ (Rupal Patel)નો કોકીલાબેનનો અવતાર સોશ્યલ મીડિયામાં લોકપ્રિય બન્યો છે. ફેન્સનો ઘણા મિમ્સ બનાવી જ રહ્યા છે પરંતુ સેલિબ્રીટીઝ અને ભાજપ પ્રવક્તા સંબિત પાત્રા જેવા રાજનેતાઓ તેમની ચર્ચામાં આ ડાયલોગ જરૂર વાપરે છે.

સોશ્યલ મીડિયામાં એક નવો વીડિયો આવ્યો છે જેમાં કોકીલાબેનનું આ રૅપને બાજીરાવ મસ્તાની અને પદ્માવતના સીનમાં ફીટ કરવામાં આવ્યો છે. આ એડિટેડ વીડિયો પણ ટ્રેન્ડિંગમાં મોખરે છે.

આ વીડિયો પ્રિયંકા ચોપરાની ટીમે ટ્વીટરમાં શૅર કર્યો છે. જેમાં કૅપ્શન છે- કોકીલાબેન હોય કે કાશી. કોઈ પણ રાશિને માફ કરવાના મૂડમાં નથી. વીડિયો બનાવવા માટે સંજય લીલા ભણસાલીની ફિલ્મ બાજીરાવ મસ્તાનીનો એક સીન ઉપાડવામાં આવ્યો છે જેમાં કાશીબાઈ એટલે કે પ્રિયંકા પેશવા બાજીરાવ સંબંધિત વાતો મસ્તાની (દીપિકા પાદુકોણ)ને કરે છે. કાશીબાઈના ફેસ ઉપર પણ કોકીલાબેન જેવો ગુસ્સો દેખાઈ આવે છે. જ્યારે દીપિકાના આંખમાં આંસુ છે.

વીડિયોમાં રૅપની લાઈન એટલી ચોક્કસ રીતે ફીટ કરવામાં આવી છે કે જોતા એમ જ લાગે કે આ રૅપ પ્રિયંકા જ ગાઈ રહી છે. આ વીડિયોમાં સંજય લીલા ભણસાલીની જ એક ફિલ્મ પદ્માવતનો એક સીન છે જેમાં અલાઉદ્દીન ખીલજીનો રોલ કરેલો રણવીર સિંહ બાથટબમાં છે. સંપૂર્ણ કોમ્બિનેશનથી વીડિયો એકદમ એન્ટરટેઈન કરે છે. 

bollywood news entertainment news priyanka chopra deepika padukone ranveer singh