‘આશિકી 3’માં કાર્તિકની સામે આવશે નવો ચહેરો

13 December, 2022 03:53 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ ફિલ્મને અનુરાગ બાસુ ડિરેક્ટ કરશે

કાર્તિક આર્યન

આશિકી 3’માં કાર્તિક આર્યનની સામે કોઈ નવા ચહેરાને કાસ્ટ કરવાની વાત ફિલ્મમેકર મુકેશ ભટ્ટે કહી છે. આ ફિલ્મને અનુરાગ બાસુ ડિરેક્ટ કરશે. ભૂષણ કુમાર અને મુકેશ ભટ્ટ પ્રોડ્યુસ કરશે. ફિલ્મને લઈને નવોદિત કલાકારની તલાશ શરૂ કરવામાં આવી છે. આ ફિલ્મ મળતાં જ કાર્તિકે જણાવ્યું હતું કે આવી ફિલ્મમાં કામ કરીને તેનું સપનું પૂરું થશે. તેની સામે નવી ઍક્ટ્રેસ લેવા વિશે મુકેશ ભટ્ટે કહ્યું કે ‘અમે હજી પણ ઍક્ટ્રેસને શોધી રહ્યા છીએ. હું અતિશય આતુર છું નવી ઍક્ટ્રેસને શોધવા માટે. ‘આશિકી 3’ માટે અમે નવા ચહેરાને ઇન્ટ્રોડ્યુસ કરવા માગીએ છીએ. આવતા વર્ષથી શૂટિંગ શરૂ કરવામાં આવશે. અમારી સ્ક્રિપ્ટ પણ તૈયાર છે.’

entertainment news bollywood news bollywood gossips bollywood kartik aaryan aashiqui 3