એકસરખું કામ કરનારા લીડ ઍક્ટર નથી બનવું : રણવીર શૌરી

18 October, 2021 03:40 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

તેણે ‘લક્ષ્ય’, ‘ભેજાફ્રાય’ અને ‘ખોસલા કા ઘોસલા’ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે

રણવીર શૌરી

રણવીર શૌરીનું કહેવું છે કે એકસરખું કામ કરનારા લીડ ઍક્ટર બનવામાં તેને કોઈ ઇન્ટરેસ્ટ નથી. તેણે ‘લક્ષ્ય’, ‘ભેજાફ્રાય’ અને ‘ખોસલા કા ઘોસલા’ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. તેને હંમેશાં અલગ-અલગ પાત્ર ભજવવામાં ઇન્ટરેસ્ટ છે. તે હવે ડિજિટલ પ્લૅટફૉર્મ પર પણ સારું કામ કરી રહ્યો છે. આ વિશે વાત કરતાં રણવીર શૌરીએ કહ્યું કે ‘દરેક ફિલ્મમાં એકસરખું કામ કરનારા હીરો અથવા તો લીડિંગ મૅન બનવાની

મારી ઇચ્છા ક્યારેય નથી રહી. મને જુદાં-જુદાં પાત્રોમાં જુદી-જુદી વ્યક્તિ બનવાની ઇચ્છા છે. આ મારી ગેમ છે અને મારી ચૅલેન્જ છે. મારા જેસિ વ્યક્તિ માટે સ્ટ્રીમિંગ પ્લૅટફૉર્મ આશીર્વાદ સમાન છે. એને કારણે ઘણાં સારાં પાત્રો લખવામાં આવી રહ્યાં છે અને એ જ સૌથી મહત્ત્વનું છે.’

entertainment news bollywood bollywood news bollywood gossips ranvir shorey