યશ ચોપડાની લીગસીને ડૉક્યુ-સિરીઝ ‘ધ રોમૅન્ટિક્સ’ દ્વારા સેલિબ્રેટ કરશે નેટ​ફ્લિક્સ

01 February, 2023 03:59 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ ડૉક્યુ-સિરીઝને સ્મૃતિ મુન્ધ્રાએ ડિરેક્ટ કરી છે

ધ રોમૅન્ટિક્સ

યશ ચોપડાની લીગસીને વિડિયો સ્ટ્રીમિંગ સર્વિસ નેટફ્લિક્સ ડૉક્યુ-સિરીઝ ‘ધ રોમૅન્ટિક્સ’ દ્વારા સેલિબ્રેટ કરશે. એનું ટ્રેલર આજે રિલીઝ થવાનું છે. આ ડૉક્યુ-સિરીઝને સ્મૃતિ મુન્ધ્રાએ ડિરેક્ટ કરી છે. નેટફ્લિક્સ પર આ ડૉક્યુ-સિરીઝ ૧૪ ફેબ્રુઆરીએ રિલીઝ થવાની છે. યશ ચોપડાને ભારતમાં ‘ફાધર ઑફ રોમૅન્સ’ તરીકે ઓળખવામાં આવે છે. તેમણે અનેક રોમૅન્ટિક ફિલ્મો જેવી કે ‘સિલસિલા’, ‘લમ્હે’, ‘કભી કભી’, ‘વીર-ઝારા’, ‘દિલ તો પાગલ હૈ’, ‘ચાંદની’ અને ‘જબ તક હૈ જાન’ બનાવી હતી. ‘ધ રોમૅન્ટિક્સ’ને ચાર પાર્ટમાં બનાવવામાં આવશે, જેમાં હિન્દી ફિલ્મ-ઇન્ડસ્ટ્રીના લગભગ ૩૫ સ્ટાર્સને દેખાડવામાં આવશે. તેઓ બૉલીવુડના ઇતિહાસને યશ ચોપડાની દૃષ્ટિએ દેખાડશે.

entertainment news yash chopra yash raj films netflix bollywood news bollywood gossips bollywood upcoming movie