૧૫૦ કરોડનો પ્રોજેક્ટ કૅન્સલ કર્યો નેટફ્લિક્સે?

26 January, 2022 01:06 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

‘બાહુબલી’ ફિલ્મ પહેલાંની સ્ટોરી વેબ-શો દ્વારા રજૂ કરવામાં આવવાનો પ્લાન હતો

‘બાહુબલી’નો સીન

નેટ્ફ્લિક્સ દ્વારા ‘બાહુબલી : બિફોર ધ બિગિનિંગ’ને પડતો મૂકવામાં આવ્યો હોવાની ચર્ચા ચાલી રહી છે. ‘બાહુબલી’ ફિલ્મ પહેલાંની સ્ટોરી વેબ-શો દ્વારા રજૂ કરવામાં આવવાનો પ્લાન હતો. આ શોમાં શિવગામી કેવી રીતે પાવરમાં આવે છે એ દેખાડવામાં આવવાનું હતું. પહેલાં આ શોને અન્ય ડિરેક્ટર દ્વારા ડિરેક્ટ કરવામાં આવવાનો હતો. જોકે ડિરેક્ટર બદલાતાં સ્ટોરીને પણ રીવૅમ્પ કરવામાં આવી હતી. જોકે સ્ટોરીનું પહેલાં જે વિઝન હતું એ નેટફ્લિક્સ સાથે મૅચ નહોતું થઈ રહ્યું. ઘણીબધી બેઠક બાદ આ શોને પડતો મૂકવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ શોના પ્રેપ વર્ક માટે જે પૈસા ખર્ચ કરવામાં આવ્યા હતા એ ડૂબી ગયા છે.

entertainment news bollywood bollywood news netflix