નેટફ્લિક્સે ૫૭ કરોડ રૂપિયામાં ‘ગૉડફાધર’ના રાઇટ્સ ખરીદ્યા

21 September, 2022 02:29 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ ફિલ્મ પાંચમી ઑક્ટોબરે થિયેટર્સમાં રિલીઝ થશે

સલમાન ખાન અને ચિરંજીવી

ચિરંજીવીની ‘ગૉડફાધર’ના ડિજિટલ રાઇટ્સ ૫૭ કરોડ રૂપિયામાં વેચાયા છે. ચિરંજીવી સાથે આ ફિલ્મમાં સલમાન ખાન પણ નાનકડી ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મનું ટીઝર લૉન્ચ થઈ ગયું છે અને દર્શકોને એ પસંદ પણ પડી રહ્યું છે. આ ફિલ્મના ડિજિટલ રાઇટ્સ નેટફ્લિક્સે ખરીદી લીધા છે. તેલુગુ અને હિન્દી ભાષા માટે મેકર્સને ૫૭ કરોડ રૂપિયા ચૂકવવામાં આવ્યા છે. આ ફિલ્મ પાંચમી ઑક્ટોબરે થિયેટર્સમાં રિલીઝ થશે. આ ફિલ્મમાં સલમાન ખાને ચિરંજીવીના ભાઈનું પાત્ર ભજવ્યું છે.

entertainment news bollywood news bollywood Salman Khan chiranjeevi netflix upcoming movie