#NehuPreet: મહેંદી સેરેમનીમાં ગાયિકાએ પહેર્યો 75,000નો લહેંગો

24 October, 2020 03:58 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

#NehuPreet: મહેંદી સેરેમનીમાં ગાયિકાએ પહેર્યો 75,000નો લહેંગો

તસવીર સૌજન્ય: ઈન્સ્ટાગ્રામ

ગાયિકા નેહા કક્કર (Neha Kakkar) 24 ઓક્ટોબરે એટલે કે આજે 'ઇન્ડિયાઝ રાઈઝિંગ સ્ટાર' ફૅમ રોહનપ્રીત સિંહ (Rohanpreet Singh) સાથે લગ્ન બંધનમાં બંધાવવાની છે.  લગ્નના ફેરાઓના થોડાક સમય પહેલાં જ ગાયિકાએ મહેંદી સેરેમનીની તસવીરો શૅર કરી છે. જે સહુના આકર્ષણનું કેન્દ્ર બની છે.

બુધવારે નેહા કક્કર અને રોહનપ્રીત સિંહની રોકા સેરેમની યોજાઈ હતી. ત્યારબાદ હલ્દી સેરેમની જેની તસવીરો સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ હતી. હવે ગાયિકાની મહેંદી સેરેમનીની તસવીરો વાયરલ થઈ ગઈ છે.

નેહા કક્કર અને રોહનપ્રીત સિંહે સોશ્યલ મીડિયા પર લગ્ન પહેલાંની વિધિઓની જે તસવીરો શૅર કરી છે તેમાં તેમનો પ્રેમ છલકાય છે. મહેંદી સેરેમનીમાં 32 વર્ષીય ગાયિકા નેહા કક્કરે ફેશન ડિઝાઈનર અનિતા ડોંગરેએ ડિઝાઈન કરેલો બોટલ ગ્રીન લહેંગો પહેર્યો છે. જ્યારે રોહનપ્રીત સિંહે ગ્રીન શેરવાની પહેરી છે. મહેંદી સેરેમનીની તસવીરો શૅર કરતા નેહાએ કૅપ્શનમાં લખ્યું છે કે, ‘મહેંદી લગાઉંગી મેં સજના કે નામ કી.’

અહેવાલો પ્રમાણે, નેહા કક્કરે મહેંદી સેરેમનીમાં અનિતા ડોંગરેએ ડિઝાઈન કરેલો જે લહેંગો પહેર્યો છે તેની કિંમત 75,000 રૂપિયા છે.

ગાયિકાના લાઈફ પાર્ટનર રોહનપ્રીત સિંહે પણ મહેંદી સેરેમનીની તસવીરો શૅર કરી છે.

આ પણ જુઓ: #NehuPreet: નેહા કક્કર અને રોહનપ્રીત સિંહ હલ્દી સેરેમનીમાં જોવા મળ્યા ગળાડૂબ પ્રેમમાં

નેહા કક્કર અને રોહનપ્રીત સિંહની લગ્નની વિધિઓની તસવીર સહુના આકર્ષણનું કેન્દ્ર બની છે. હલ્દી અને મહેંદી સેરેમની બાદ સહુ કોઈ તેમના લગ્નની તસવીરોની રાહ જોઈ રહ્યું છે.

entertainment news bollywood bollywood news bollywood gossips neha kakkar