નેહાએ સુવર્ણ મંદિરમાં મેળવ્યા આશીર્વાદ

28 May, 2026 09:19 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અમૃતસર પ્રવાસ દરમ્યાન નેહાએ ત્યાંના પ્રસિદ્ધ અને સ્વાદિષ્ટ છોલે-ભટૂરેનો પણ જમાવટથી આનંદ લીધો હતો

આ ટ્રિપની અનેક તસવીરોમાં નેહાએ શેર કરી છે

નેહા ધુપિયા તાજેતરમાં અમૃતસર ફરવા ગઈ હતી અને તેણે ત્યાંની તસવીરો અને વિડિયો સોશ્યલ મીડિયા પર શૅર કર્યા છે. આ તસવીરમાં જોવા મળે છે કે નેહાએ માથા પર દુપટ્ટો ઓઢીને પવિત્ર સુવર્ણ મંદિર ખાતે હાથ જોડીને આશીર્વાદ મેળવ્યા હતા. અમૃતસર પ્રવાસ દરમ્યાન નેહાએ ત્યાંના પ્રસિદ્ધ અને સ્વાદિષ્ટ છોલે-ભટૂરેનો પણ જમાવટથી આનંદ લીધો હતો. આ ટ્રિપની અનેક તસવીરોમાં નેહાએ તેણે માણેલી ખાણીપીણીની તસવીરોનો પણ સમાવેશ કર્યો છે.

ગાયક કૈલાશ ખેરે કરી બદ્રીનાથ ધામની યાત્રા

ગાયક કૈલાશ ખેરે કેદારનાથ બાદ હવે બદ્રીનાથ ધામની યાત્રા કરી છે. તેણે પોતાની આ આધ્યાત્મિક યાત્રાની તસવીરો સોશ્યલ મીડિયા પર શૅર કરી છે. આ તસવીરોમાં તે બરફથી ઢંકાયેલા પહાડોની વચ્ચે જોવા મળી રહ્યો છે. તેણે ગળામાં રુદ્રાક્ષની માળા પહેરી છે અને કપાળ પર ચંદનનું તિલક પણ કર્યું છે. આ પહેલાં આ જ મહિનામાં કૈલાશ ખેરે કેદારનાથ મંદિરના દર્શન કર્યાં હતાં. ત્યાં તેમણે બરફથી ઢંકાયેલા પહાડોની વચ્ચે ઊભા રહીને પોતાનું પ્રસિદ્ધ ભજન ‘બમ લહરી’ પણ ગાયું હતું અને એનો વિડિયો સોશ્યલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો.

neha dhupia golden temple amritsar punjab food news social media entertainment news bollywood bollywood news kailash kher badrinath