નીતુ સિંહ-કપૂરને કરવું છે કમબૅક: ડિજિટલ પહેલી પ્રાયોરિટી

02 April, 2021 03:00 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ધર્મા પ્રોડક્શન્સ અને યશરાજ ફિલ્મ્સ સ્ક્રિપ્ટ શોધવાના કામે લાગ્યાં

નીતુ સિંહ-કપૂર

રિષી કપૂરની વિદાય પછી હવે ઘરમાં સાવ એકલાં પડી ગયેલાં નીતુ સિંહ-કપૂરે ઑફિશ્યલ અનાઉન્સ કરી દીધું છે કે હવે હું કમબૅક કરીશ. નીતુ સિંહ-કપૂર આજના સમયને જોઈને ડિજિટલથી કમબૅક કરવા ઇચ્છે છે, પણ તેમની પહેલી શરત એ છે કે તે લીડ રોલમાં હોવી જોઈએ. નૅચરલી, આ શરત ખોટી કે ગેરવાજબી નથી. નીતુ સિંહ-કપૂર ટોચ પર હતી ત્યારે માત્ર બાવીસ વર્ષની ઉંમરે જ વર્કિંગ‍-કરીઅર છોડીને રિષી કપૂર સાથે મૅરેજ કરી લીધાં હતાં.

રિષી કપૂરની ગેરહાજરીમાં હવે નીતુ સિંહ-કપૂર સાવ એકલાં છે. રણબીર કપૂર જુદો રહે છે તો દીકરી રિદ્ધિમાનાં મૅરેજ થઈ ગયાં છે અને તે દિલ્હી સેટ થઈ ગઈ છે. સમયના સદુપયોગના હેતુથી નીતુ સિંહ-કપૂર કામ કરવા માગે છે અને એ માટે સારી સ્ક્રિપ્ટ શોધવાનું કામ ઑલરેડી ધર્મા પ્રોડક્શન્સ અને યશરાજ ફિલ્મ્સ કરે છે. જો બધું સરખું ચાલ્યું તો આવતા એકાદ મહિનામાં જ નીતુ સિંહ-કપૂર ફ્લોર પર હશે અને શૂટ કરતાં હશે.

entertainment news bollywood bollywood news bollywood gossips neetu singh neetu kapoor