‘અફવા’ લઈને ફેબ્રુઆરીમાં આવશે નવાઝુદ્દીન સિદ્દીકી

24 January, 2023 03:38 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ ફિલ્મને ભૂષણકુમાર અને અનુભવ સિંહાએ પ્રોડ્યુસ કરી છે

‘અફવા’ લઈને ફેબ્રુઆરીમાં આવશે નવાઝુદ્દીન સિદ્દીકી

નવાઝુદ્દીન સિદ્દીકી અને ભૂમિ પેડણેકરની ‘અફવા’ હવે ૨૪ ફેબ્રુઆરીએ રિલીઝ થવાની છે. આ ફિલ્મને ભૂષણકુમાર અને અનુભવ સિંહાએ પ્રોડ્યુસ કરી છે. આ ફિલ્મમાં નવાઝુદ્દીન અને ભૂમિની અનોખી જોડી જોવા મળશે. આ ફિલ્મ વિશે અનુભવ સિંહાએ કહ્યું કે ‘મારા માટે ‘અફવા’માં કામ કરવું પ્રોડ્યુસર તરીકે ખૂબ સંતોષકારક રહ્યું છે. સુધીર અને હું ઘણાં વર્ષથી મિત્રો છીએ અને આ ફિલ્મ દર્શકો માટે લઈને આવવાની મને ખુશી છે. આ એક ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી છે અને નવાઝુદ્દીન અને ભૂમિ જેવા ઍક્ટર્સ પાત્રને વધુ પાવરફુલ બનાવે છે.’

આ પણ વાંચો : નવાઝુદ્દીન સિદ્દીકીની પત્ની વિરુદ્ધ FIR દાખલ, અભિનેતાની માતાએ જ કર્યો કેસ

ફિલ્મના ડિરેક્ટર સુધીર મિશ્રાએ કહ્યું કે ‘અમારી ‘અફવા’ એક થ્રિલર ફિલ્મ છે અને આ ફિલ્મ વર્તમાન સમયમાં ખૂબ મહત્ત્વનો સંદેશ આપે છે. મને ખુશી છે કે રિલીઝ-ડેટ નક્કી થઈ ગઈ છે અને એ માટે હું ઉત્સુક છું. ભૂમિ અને નવાઝે આ સ્ટોરી માટે તેમનું શ્રેષ્ઠ આપ્યું છે. મને વિશ્વાસ છે કે દર્શકો તેમને સ્ક્રીન પર પસંદ કરશે.’

આ વિશે ભૂષણકુમારે કહ્યું કે ‘અમારી ‘અફવા’ ભારતના મૂળ સાથે જોડાયેલી એક અલગ સ્ટોરી છે. મને આ ટીમ સાથે જોડાવાની ખુશી છે. ‘અફવા’ની પાવર-પૅક ટીમે શાનદાર કામ કર્યું છે. ફિલ્મરસિયાઓ માટે આ જોવાલાયક ફિલ્મ હશે.’

entertainment news bollywood news bollywood gossips bollywood nawazuddin siddiqui bhumi pednekar upcoming movie