National Pet Day: બૉલિવૂડ સેલેબ્સે પેટ્સ સાથે શૅર કરી આ તસવીરો

11 April, 2021 01:58 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

બૉલિવૂડ સેલે્બ્સે પોતાના Pets (પાળેલા પ્રાણીઓ)ને કેટલો પ્રેમ કરે છે, એ તો જગજાહેર છે. કેટલાએ એવા ફેન પેજ છે જે બૉલિવૂડ સ્ટાર્સના પેટ્સને ડેડિકેટેડ છે.

પ્રતીકાત્મક તસવીર

બૉલિવૂડ સેલેબ્સે પોતાના પેટ્સ (પાળેલા પ્રાણીઓ)ને કેટલો પ્રેમ કરે છે એ જગજાહેર છે. સેલેબ્સ ઘણીવાર પોતાના પેટ્સની ક્યૂટ તસવીરો સોશિયલ મીડિયા પર ચાહકો સાથે શૅર કરતા રહે છે.

એટલું જ નહીં અનેક એવા ફૅન પેજ છે જે બૉલિવૂડ સ્ટાર્સના પેટ્સને ડેડિકેટેડ છે. આજે રવિવારે એટલે કે 11 એપ્રિલે નેશનલ પેટ ડે છે , એવામાં કેટલાય એવા એક્ટર્સે પોતાના પેટ્સ સાથે તસવીરો શૅર કરી છે.

માધુરી દીક્ષિતે ટ્વિટર પર પોતાના ડૉગ સાથે ક્યૂટ ફોટોઝ શૅર કરી છે જે તેણે તાજેતરમાં એડૉપ્ટ કર્યો છે.

આ સિવાય એક્ટ્રેસ કૃતિ સેનને એક જૂની તસવીર શૅર કરી જેમાં તે પોતાના ફર બૉલ ડિસ્કો (પપી) સાથે દેખાય છે. જણાવવાનું કે, કૃતિ જ્યારે પણ ડિસ્કો સાથે ફોટો શૅર કરે છે, તે તરત વાયરલ થઈ જાય છે.

 

તો પલક મુચ્છલ અને સિદ્ધાંત કપૂરે પણ સોશિયલ મીડિયા અકાઉન્ટ પર પેટ્સ સાથે તસવીરો શૅર કરી છે.

bollywood news bollywood bollywood gossips madhuri dixit kriti sanon