સ્ટ્રીટ ડાન્સર 3Dમાં મારો રોલ અદ્ભુત છે : નોરા ફતેહી

28 July, 2019 09:55 AM IST  |  મુંબઈ

સ્ટ્રીટ ડાન્સર 3Dમાં મારો રોલ અદ્ભુત છે : નોરા ફતેહી

સ્ટ્રીટ ડાન્સર 3Dમાં મારો રોલ અદ્ભુત છે : નોરા ફતેહી

‘સ્ટ્રીટ ડાન્સર 3D’માં પોતાનો રોલ ગજબનો છે એવું નોરા ફતેહીએ જણાવ્યું હતું. આ ફિલ્મમાં નોરા ફતેહી સાથે વરુણ ધવન, શ્રદ્ધા કપૂર, પ્રભુદેવા, અને અપારશક્તિ ખુરાના જોવા મળશે. રેમો ડિસોઝાની આ ફિલ્મ ૨૦૨૦ની ૨૪ જાન્યુઆરીએ રિલીઝ થવાની છે. ડાન્સ-ડ્રામા પર આધારિત ફિલ્મમાં પોતાનાં પાત્ર વિશે નોરા ફતેહીએ કહ્યું હતું કે ‘મેં હાલમાં જ ‘સ્ટ્રીટ ડાન્સર 3D’નું શૂટિંગ પૂરુ કર્યું છે. આ ફિલ્મ માટે અમે છ મહિનાથી શૂટિંગ કરી રહ્યાં હતાં. આ ફિલ્મની રિલીઝને લઈને હું ખૂબ ઉત્સાહિત છું કારણ કે મારો રોલ અદ્ભુત છે.’

આ પણ જુઓઃ Dimple Biscuitwala: જુઓ આ ગુજ્જુ એક્ટ્રેસનો ક્યૂટ અંદાજ

આગામી પ્રોજેક્ટ્સની માહિતી આપતાં નોરા ફતેહીએ કહ્યું હતું કે ‘હું વિકી કૌશલ સાથેના એક સિંગલમાં જોવા મળીશ. આ એક પર્ફોર્મન્સ પર પ્રકાશ પાડતુ ગીત છે. આ સાથે જ મારી પાસે કેટલાક ઇન્ટરનૅશનલ પ્રોજેક્ટ્સ પ‌ણ છે.’

nora fatehi remo dsouza varun dhawan bollywood news