‘ગુડબાય’ના પોતાના રોલથી અલગ છે રશ્મિકા

18 September, 2022 11:21 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

તેનું કહેવું છે કે ફિલ્મમાં જે પ્રકારે તેનું પાત્ર દેખાડવામાં આવ્યું છે એવા સ્વભાવવાળી તે જરા પણ નથી

ફૂડી રશ્મિકા : રશ્મિકા મંદાનાએ દિલ્હીમાં વિશાળ ફૂડની એક થાળી ઑર્ડર કરી હતી. એ થાળીમાં વેજ, નૉન-વેજ ફૂડ હતું. તે દિલ્હીમાં ‘ગુડબાય’ના પ્રમોશન માટે ગઈ હતી. એ થાળી સાથેનો ફોટો ઇન્સ્ટાસ્ટોરી પર શૅર કરીને રશ્મિકાએ કૅપ્શન આપી હતી, ‘દિલ્હીમાં હોઉં તો દાલ મખની, બટર ચિકન, પનીર ભુર્જી, સીખ કબાબ, મક્કે દી રોટી, દહી કબાબ આ બધું ખાવું જોઈએ. મેં ઘણુંબધું ઑર્ડર કર્યું છે. દિલ્હી તું ખૂબ સ્વીટ છે. બીજી વખત મોમો ટ્રાય કરીશું.’

રશ્મિકા મંદાનાનું કહેવું છે કે તેની આગામી ફિલ્મ ‘ગુડબાય’માં તેનો રોલ તેની રિયલ લાઇફ કરતાં અલગ છે. તેનું કહેવું છે કે ફિલ્મમાં જે પ્રકારે તેનું પાત્ર દેખાડવામાં આવ્યું છે એવા સ્વભાવવાળી તે જરા પણ નથી. ‘ગુડબાય’માં તેની સાથે અમિતાભ બચ્ચન, નીના ગુપ્તા, સુનીલ ગ્રોવર અને આશિષ વિદ્યાર્થી લીડ રોલમાં છે. આ ફિલ્મ ૭ ઑક્ટોબરે રિલીઝ થવાની છે. વિકાસ બહલે ડિરેક્ટ અને એકતા કપૂરે પ્રોડ્યુસ કરી છે. ફિલ્મમાં તારાના રોલમાં રશ્મિકા કોઈ રીતરિવાજમાં વિશ્વાસ નથી રાખતી. પોતાના તારાના રોલ વિશે રશ્મિકાએ કહ્યું કે ‘હું રિયલ લાઇફમાં તારા જેવી જરા પણ નથી કે જેને કોઈ પરંપરામાં વિશ્વાસ ન હોય અને અંધશ્રદ્ધામાં માનતી હોય. હું તમામ રીતરિવાજમાં ભરોસો કરું છું. મારી બહેન તેના જેવી છે. તેને દરેક બાબતનું એક્સપ્લેનેશન જોઈતું હોય છે. ઉદાહરણ તરીકે તમે આ શું કામ કરો છો અથવા તો મને આ કામ શું કામ કરવા કહો છો? એથી મને લાગે છે કે તારા અને મારી બહેનનો સ્વભાવ સમાન છે.’

entertainment news bollywood news upcoming movie