સંગીતકાર અનુ મલિક પર ઈઝરાયલના રાષ્ટ્રગીતની ધુન ચોરવાનો આક્ષેપ

02 August, 2021 12:19 PM IST  |  mumbai | Gujarati Mid-day Online Correspondent

સંગીતકાર અનુ મલિકને સોશિયલ મીડિયા પર ખુબ જ ટ્રોલ કરવામાં આવી રહ્યાં છે.

અનુ મલિક

સંગીતકાર અનુ મલિક ફરી એક વખત ચર્ચામાં આવ્યાં છે. તાજેતરમાં સોશિયલ મીડિયા યુર્ઝસ દ્વારા સંગીતકાર પર ઇઝરાયલના રાષ્ટ્રગીતની ધૂન ચોરી કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. તાજેતરમાં ટોક્યોમાં રમાઈ રહેલી ઓલિમ્પિક રમતોત્સવ દરમિયાન ઈઝરાયેલની જિમ્નાસ્ટ ડોલ્ગોપ્યાતે ગોલ્ડ મેડલ જીત્યો હતો અને પુરસ્કાર સમારોહ દરમિયાન વગાડવામાં આવેલા રાષ્ટ્રગીતની ધૂન તરફ યુઝર્સનું ધ્યાન ખેંચ્યું હતું. 

આ ધૂન સાંભળ્યા પછી વપરાશકર્તાઓએ અનુ મલિકને ટ્રોલ કરવાનું શરૂ કર્યું છે. યુઝર્સે આક્ષેપ કર્યો હતો કે અનુ મલિકે ઇઝરાયલના રાષ્ટ્રગીતમાંથી ફિલ્મ `દિલજલે` નું ગીત કંપોઝ કર્યું હતું.

યુઝર્સે આરોપ લગાવ્યો હતો કે અનુ મલિકે 1996ની ફિલ્મ `દિલજલે` ના ગીત `મેરા મુલ્ક મેરા દેશ હૈ` માટે ઇઝરાયલના રાષ્ટ્રગીતની ધૂન ચોરી કરી હતી. જેને લઈ તેનું નામ ટ્વિટર પર ટ્રેન્ડ થવા લાગ્યું છે. ઘણા લોકો અનુ મલિક પર આ ધૂન ચોરવાનો આરોપ લગાવતા જોવા મળ્યા હતા.

ધુન ચોરવાના આક્ષેપ સાથે અનુ મલિક ટ્વિટ પર ટ્રન્ડ થઈ રહ્યાં છે.  જો કે ઘણી વાર આવા વિવાદિત ચર્ચાઓને કારણે અનુ મલિક હેડલાઈન્સ આવ્યા છે. સોશિયલ મીડિયા પર અનુ મલિક પર યુર્ઝસ દ્વારા આક્ષેપ કરી તેમને ખુબ જ ટ્રોલ કરવામાં આવી રહ્યાં છે. હાત અનુ મલિક ઈન્ડિયન આઈડલ 12 માં જજ તરીકે જોવા મળી રહ્યાં છે.  

bollywood news entertainment news anu malik