Mother`s Day: કાર્તિક આર્યનના મમ્મીએ કેન્સરને આપી માત, ઍક્ટરે લખી સ્પેશિયલ પોસ્ટ

06 May, 2023 03:45 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

કાર્તિકે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેની માતા સાથેની એક સુંદર તસવીર શૅર કરી છે

તસવીર સૌજન્ય: ઇન્સ્ટાગ્રામ

મધર્સ ડે (Mother’s Day) નજીક આવી રહ્યો છે ત્યારે બૉલીવૂડના લોકપ્રિય અભિનેતાઓમાંના એક કાર્તિક આર્યને (Kartik Aaryan) તેની કેન્સર સર્વાઈવર મમ્મી માટે સોશિયલ મીડિયા પર એક વિશેષ પોસ્ટ લખી છે. શુક્રવારે સાંજે તેની માતા (Kartik Aaryan’s Mother) સાથેની એક તસવીર શૅર કરી અને ખુલાસો કર્યો કે તેની માતાએ કેન્સરને માત આપી છે.

કાર્તિકે તેની માતા સાથે સુંદર તસવીર શૅર કરી

કાર્તિકે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેની માતા સાથેની એક સુંદર તસવીર શૅર કરી છે. આ તસવીરમાં માતા-પુત્રની જોડી તેમનું મિલિયન ડૉલરની સ્મિત આપતી જોવા મળે છે. આ સાથે કાર્તિકે એક લાંબી ઈમોશનલ નોટ પણ લખી અને તેની માતાને `સુપરહીરો` ગણાવી છે.

કાર્તિકે પોસ્ટમાં લખ્યું લખ્યું છે કે, “આ મહિના દરમિયાન બિગ સી - `કેન્સર` ઘૂસી આવ્યું અને અમારા પારિવારિક જીવનને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો! અમે નિરાશાથી કંટાળી ગયેલા અને લાચાર હતા! પરંતુ આ લડતા સૈનિક – મારી માતાની ઇચ્છાશક્તિ, સ્થિતિસ્થાપકતા અને કદી હાર ન માનવાના  વલણને આભારી છે. અમે મોટી `હિંમત` તરફ વળ્યા અને અમારી બધી શક્તિથી કૂચ કરી અને અંધકાર પર વિજય મેળવ્યો પણ યુદ્ધ જીતવાનું નક્કી હતું! આખરે તેણે અમને જે શીખવ્યું અને દરરોજ શીખવવાનું ચાલુ રાખ્યું, તે એ છે કે તમારા પરિવારના પ્રેમ અને સમર્થનથી મોટી કંઈ નથી! સુપરહીરો, કેન્સર વોરિયર”

સેલેબ્સ અને ચાહકોએ કાર્તિકની માતા પર પ્રેમ વરસાવ્યો

કાર્તિકે આ પોસ્ટ શૅર કર્યા પછી તરત જ, તેના ચાહકો અને મિત્રો તેની માતા પર પ્રેમ વરસાવતા જોવા મળ્યા હતા. કૉમેડિયન કપિલ શર્માએ લખ્યું કે, “ગોડ બ્લેસ". અનુપમ ખેર, વિકી કૌશલે રેડ હાર્ટ ઇમોજીસ પોસ્ટ કર્યા. એક ફેને લખ્યું કે, " આંટી ખરેખર એક સુપરવુમન છે, અમારા સુપરવુમન!"

આ પણ વાંચો: Mother`s Day:માતા સંતાનના મજબુત બૉન્ડને દર્શાવતી રૂવાડાં ઉભા કરી દે એવી ફિલ્મ્સ

કાર્તિકના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો અભિનેતા ટૂંક સમયમાં કિયારા અડવાણી સાથે `સત્યપ્રેમ કી કથા`માં જોવા મળશે. આ ફિલ્મ 29 જૂને રિલીઝ થશે. કાર્તિક આ દિવસોમાં કબીર ખાનની આગામી ફિલ્મની તૈયારી કરી રહ્યો છે. તે હંસલ મહેતાની `કેપ્ટન ઈન્ડિયા`નો પણ ભાગ છે.

entertainment news bollywood news kartik aaryan mothers day