અમિતાભ બચ્ચને કેમ ડાબો હાથ ખિસ્સામાં રાખીને કર્યું `શરાબી`નું શૂટ, જાણો કારણ

15 April, 2021 06:28 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

અમિતાભ બચ્ચન અને જયાપ્રદાની ફિલ્મ `શરાબી` હૉલીવુડ ફિલ્મ `ઑર્થર`થી પ્રેરિત છે. આ ફિલ્મ દર્શકોમાં ખૂબ જ લોકપ્રિય થઇ એટલું જ નહીં આ ફિલ્મની રિલીઝના બીજા વર્ષે જ કન્નડમાં આ ફિલ્મની રિમેક બની, જેનું નામ હતું `થંડા કનિકે`.

અમિતાભ બચ્ચન (ફાઇલ ફોટો)

બૉલિવૂડ એક્ટર અમિતાભ બચ્ચન સોશિયલ મીડિયા દ્વારા જોક, ફની વીડિયો, સામાજિક મુદ્દા અને પર્સનલ લાઇફની સાથે સાથે પોતાના કરિઅર સાથે જોડાયેલા કેટલાક તથ્યો પણ જણાવે છે. તે ઘણીવાર સોશિયલ મીડિયા પર પોતાની જૂની ફિલ્મોના સેટ, શૂટિંગ વગેરે સાથે જોડાયેલી કોઇક વાત કે કિસ્સો પોતાના ચાહકો સાથે શૅર કરતા રહે છે. બિગ બીની સુપરહિટ ફિલ્મ `શરાબી` દરમિયાન ડાબો હાથ ખિસ્સામાં રાખતા હતા. આની પાછળની સ્ટોરી તેમણે પોતે જણાવી છે.

અમિતાભ બચ્ચન અને જયાપ્રદાની ફિલ્મ `શરાબી` હૉલીવુડ ફિલ્મ `ઑર્થર`થી પ્રેરિત છે. આ ફિલ્મ દર્શકોને એટલી પસંદ આવી કે રિલીઝના બીજા જ વર્ષે આ ફિલ્મની કન્નડમાં રિમેક બની, જેનું નામ હતું, "થંડા કનિકે".

મોટાભાગના લોકોને ફિલ્મ `શરાબી` જોઇને લાગે છે કે અમિતાભ બચ્ચને આવું સ્ટાઇલ માટે કર્યું, પણ હકીકતે કારણ તેમના હાથની ઇજા હતી. આ વિશે અમિતાભ બચ્ચને પોતે ખુલાસો કર્યો હતો કે ફટાકડા ફોડતી વખતે તેમના હાથની આંગળીઓ દાઝી ગઈ હતી. તેમણે એક વાર જણાવ્યું હતું કે `શરાબી`નાં શૂટિંગ દરમિયાન દિવાળીના એક ફટાકડાને ને કારણે તેમનો હાથ ઇજાગ્રસ્ત થઈ ગયો અને તંદૂરી ચિકન બની ગયો હતો, પણ તેમ છતાં તેમણે શૂટિંગ જાળવી રાખી.

ફિલ્મમાં ડિરેક્ટર પ્રકાશ મેહરાએ પણ તેમને સલાહ આપી કે તમે આ ફિલ્મમાં એક બગડેલા દીકરા અને શરાબીની ભૂમિકા ભજવી રહ્યા છો, એક હાથ ખિસ્સામાં નાખી દો, જ્યારે ફિલ્મ રિલીઝ થઈ તો દર્શકોને અમિતાભ બચ્ચનની આ સ્ટાઈલ ખૂબ જ ગમી. આ ફિલ્મની સ્ટાર કાસ્ટની વાત કરીએ તો અમિતાભ સિવાય ફિલ્મ `શરાબી`માં જયા પ્રદા, પ્રાણ, ઓમ પ્રકાશ જેવા બહેતરીન કલાકારોએ પણ ખૂબ જ વખાણ મેળવ્યા.

ફિલ્મ `શરાબી` માટે વર્ષ 1984ના ફિલ્મફૅરના પુરસ્કારોમાં એક જ કેટેગરીના બધા નૉમીનેશન એક જ સિંગરને મળતા હતા તે પણ એક જ ફિલ્મ માટે. સિંગર કિશોર કુમારને `મંજિલે અપની જગહ હૈ રાસ્તે અપની જગહ` માટે અવૉર્ડ મળ્યો હતો અને બપ્પી લહરીને બેસ્ટ સંગીતકારનો અવૉર્ડ મળ્યો. જણાવવાનું કે તે વર્ષ અમિતાભ બચ્ચનની આ ફિલ્મને ફિલ્મફૅર પુરસ્કારોમાં કુલ 9 નૉમીનેશન મળ્યા હતા. જો કે, બેસ્ટ એક્ટરનો અવૉર્ડ અનુપમ ખેરને ફિલ્મ `સારાંશ` માટે મળ્યો હતો.

amitabh bachchan bollywood news bollywood bollywood gossips