‘નાટુ નાટુ’ને ઑસ્કર્સમાં પર્ફોર્મ કરશે એમ. એમ. કીરાવાણી

08 February, 2023 03:24 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

RRR’ના ગીત ‘નાટુ નાટુ’ને ગોલ્ડન ગ્લોબ અવૉર્ડ મળ્યો હતો

એમ. એમ. કીરાવાણી

એમ. એમ. કીરાવાણી હવે ઑસ્કર અવૉર્ડની સેરેમનીમાં પર્ફોર્મ પણ કરવાના છે. ‘RRR’ના ગીત ‘નાટુ નાટુ’ને ગોલ્ડન ગ્લોબ અવૉર્ડ મળ્યો હતો. હવે તેમના આ ગીતને ઑસ્કરમાં પણ નૉમિનેશન મળ્યું છે. બાર માર્ચે લૉસ ઍન્જલસમાં યોજાઈ રહેલા ઑસ્કર અવૉર્ડમાં હવે એમ. એમ. કીરાવાણી પર્ફોર્મ કરતા જોવા મળશે. આ વિશે વાત કરતાં એમ. એમ. કીરાવાણીએ કહ્યું હતું કે ‘જીતવા માટે હું એકદમ કૉન્ફિડન્ટ છું. જોકે ઘણા લોકો સામે લાઇવ પર્ફોર્મ કરવા માટે ઘણી તૈયારી અને રિહર્સલની જરૂર છે.’

આ પણ વાંચો : Oscar 2023: ભારતને ત્રણ ઑસ્કર જીતવાની તક, RRR સાથે આ બે ફિલ્મો પણ થઈ નૉમિનેટ

પોતાના વજનને પ્રૉબ્લેમ જણાવતાં કીરાવાણીએ કહ્યું હતું કે ‘ઘણા સમયથી મેં મારી હેલ્થને નજરઅંદાજ કરી છે. ગોલ્ડન ગ્લોબમાં મને મારી હેલ્થ વિશે એહસાસ થયો હતો. મારે ઊભા રહીને સ્પીચ આપવાની હતી ત્યારે મને મારા વજનનો એહસાસ થયો હતો. મારી બૉડીનો શેપ ખૂબ જ ખરાબ છે. બૉડી જો હેલ્ધી ન હોય તો મગજ કામ નથી આપતું. મારા દેશને ગર્વ થાય એવાં વધુ સૉન્ગ મારે બનાવવાં હશે તો મારે મારી બૉડી અને માઇન્ડને હેલ્ધી રાખવાં પડશે.’

entertainment news bollywood news bollywood gossips bollywood RRR