હૉરર-કૉમેડી ભૂતિયાપામાં જોવા મળશે મિથુન ચક્રવર્તી

17 May, 2019 08:28 AM IST  |  મુંબઈ

હૉરર-કૉમેડી ભૂતિયાપામાં જોવા મળશે મિથુન ચક્રવર્તી

મિથુન ચક્રવર્તી (File Photo)

મિથુન ચક્રવર્તી બહુ જલદી હવે એક હૉરર-કૉમેડી ફિલ્મમાં જોવા મળવાના છે. આ ફિલ્મનું શૂટિંગ જુલાઈ અથવા તો ઑગસ્ટમાં શરૂ કરવામાં આવશે. છેલ્લે ‘ટાશ્કૅન્ટ ફાઇલ્સ’માં જોવા મળેલા મિથુન છેલ્લા ઘણા સમયથી લાઇમ લાઇટથી દૂર છે. શો-બિઝનેસથી દૂર રહેવાનું કારણ તેઓ બૅકપેઇનની ટ્રીટમેન્ટ લઈ રહ્યા હોવાનું કહેવામાં આવી રહ્યું છે. તેઓ હવે કૃષ્ણા અભિષેક, સુગંધા મિશ્રા અને રાજીવ ઠાકુર સાથેની ‘ભૂતિયાપા’માં જો‍વા મળશે. આ ફિલ્મની ઑફર જ્યારે મિથુનને કરવામાં આવી હતી ત્યારે તેઓ ખૂબ જ ઉત્સાહિત થઈ ગયા હતા અને તેમણે તરત જ એ માટે હા પાડી દીધી હતી. આ ફિલ્મને ૨૦૨૦ના એપ્રિલમાં રિલીઝ કરવા આવશે.

આ પણ વાંચોઃ જ્યારે શાહિદે શાહિદને કહ્યું, 'બાલ સંભાલ મુન્ના'

mithun chakraborty bollywood