08 August, 2026 05:02 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
કલકત્તામાં મિથુનની હાથની નાની સર્જરી થઈ, હૉસ્પિટલમાં ખબર કાઢવા પહોંચ્યા પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન
ઍક્ટર અને રાજકારણી મિથુન ચક્રવર્તી હાથની નાની સર્જરી માટે કલકત્તાની એક ખાનગી હૉસ્પિટલમાં દાખલ થયા હતા અને ગુરુવારે તેમની સર્જરી કરવામાં આવી હતી. મળતી માહિતી પ્રમાણે મિથુન સારવારને સારો પ્રતિસાદ આપી રહ્યા છે અને તેમની તબિયતમાં સતત સુધારો થઈ રહ્યો છે. ગઈ કાલે પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન સુવેન્દુ અધિકારીએ હૉસ્પિટલ પહોંચીને મિથુન ચક્રવર્તીની મુલાકાત લીધી હતી. મુખ્ય પ્રધાને મિથુન ચક્રવર્તીની સારવાર કરી રહેલા ડૉક્ટરો સાથે પણ મુલાકાત કરી હતી અને તેમના સ્વાસ્થ્ય અંગે માહિતી મેળવી હતી. રિપોર્ટ મુજબ મિથુન ચક્રવર્તી ઝડપથી સ્વસ્થ થઈ રહ્યા છે અને આગામી એક-બે દિવસમાં તેમને હૉસ્પિટલમાંથી રજા આપવામાં આવે એવી શક્યતા છે. જમણા હાથમાં એક જૂની ઈજાને પગલે નાખવામાં આવેલી મેટલ પ્લેટ કાઢવા માટેની આ સર્જરી હતી.