કન્ટેન્ટની સફળતાને જજ કરવા માટે મીમ્સ સૌથી બેસ્ટ છે : હંસલ મહેતા

19 June, 2022 05:41 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

હંસલ મહેતાનું કહેવું છે કે કન્ટેન્ટની સફળતાને જજ કરવા માટે મીમ્સ સૌથી બેસ્ટ ઑપ્શન છે.

હંસલ મહેતા

હંસલ મહેતાનું કહેવું છે કે કન્ટેન્ટની સફળતાને જજ કરવા માટે મીમ્સ સૌથી બેસ્ટ ઑપ્શન છે. હંસલ મહેતાનું માનવું છે કે સોશ્યલ મીડિયા પર મીમ્સ બનવાનાં શરૂ થયાં એનો મતલબ કે જે-તે પ્રોજેક્ટ વાઇરલ થઈ છે અને એ ખરા અર્થમાં સફળતા છે. તેમણે ‘સ્કૅમ 1992 : ધ હર્ષદ મહેતા સ્ટોરી’ બનાવી હતી. આ શોને ઘણી સફળતા મળી હતી અને એનાં મીમ્સ પણ ઘણાં બન્યાં હતાં. આ વિશે વાત કરતાં હંસલ મહેતાએ કહ્યું કે ‘શો અથવા તો ફિલ્મની સફળતાને જજ કરવા માટે મીમ્સ સૌથી બેસ્ટ ઑપ્શન છે. જો કોઈ પણ ડાયલૉગ પરથી સીધાં મીમ્સ બન્યાં તો સમજી લેવું કે તમારી કન્ટેન્ટ લોકો સુધી પહોંચી ગઈ છે. ‘સ્કૅમ’ બાદ મને આ મીમ્સ વિશેની જાણ થઈ હતી. એને જોઈને હું સરપ્રાઇઝ થઈ ગયો હતો. આ કન્ટેન્ટ કોઈ પણ વસ્તુ કરતાં ખૂબ જ સ્પીડમાં ટ્રાવેલ કરે છે. દર્શકો પણ મીમ્સ પરથી પોતાનું વર્ઝન બનાવે છે. મીમ્સ યુઝર્સ દ્વારા બનાવવામાં આવે છે અને એ એકદમ ઑર્ગેનિક માર્કેટિંગ છે. જોકે એની આડઅસર પણ પડી રહી છે. ડાયલૉગ પરથી મીમ્સ બને એને ધ્યાનમાં રાખીને આજે રાઇટર્સ ડાયલૉગ લખી રહ્યા છે. એને કારણે વાસ્તવિકતા મરી જાય છે.’

bollywood news entertainment news hansal mehta