દાયરાનો કરીના કપૂરનો DCP અજૂની કોહલીનો લુક લૉન્ચ

30 August, 2026 11:43 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મેઘના ગુલઝારની ક્રાઇમ થ્રિલર ‘દાયરા’માં કરીના કપૂર અને પૃથ્વીરાજ સુકુમારનનો ઇન્ટેન્સ લુક સામે આવ્યો છે. ફિલ્મના નવાં સોલો પોસ્ટરમાં બન્ને પોલીસ અધિકારીની ભૂમિકામાં જોવા મળે છે અને ફિલ્મમાં એક પણ ગીત નહીં હોય.

દાયરાનો કરીના કપૂરનો DCP અજૂની કોહલીનો લુક લૉન્ચ

મેઘના ગુલઝારે ડિરેક્ટ કરેલી ક્રાઇમ થ્રિલર ફિલ્મ ‘દાયરા’ના નિર્માતાઓએ કરીના કપૂર અને પૃથ્વીરાજ સુકુમારનનાં નવાં સોલો પોસ્ટર રિલીઝ કર્યાં છે. આ ફિલ્મ આગામી મહિને ૧૮ સપ્ટેમ્બરે રિલીઝ થવાની છે. આ ફિલ્મમાં કરીના DCP અજૂની કોહલી અને પૃથ્વીરાજ સુકુમારન DCP રમણ કુમારની ભૂમિકામાં એકદમ અલગ અંદાજમાં જોવા મળ્યાં છે. આ પોસ્ટરમાં કરીનાની ઇન્ટેન્સ નજરો તેના લુક પર એકદમ પર્ફેક્ટ લાગી રહી છે. તેનો લુક જાણે નો-નૉનસેન્સ ઍટિટ્યુડનો સંકેત આપી રહ્યો છે. આ સ્ક્રિપ્ટની ગંભીરતા અને વાર્તાના પ્રવાહને જાળવી રાખવા માટે મેઘના ગુલઝારે આ ફિલ્મમાં એક પણ ગીત ન રાખવાનો નિર્ણય કર્યો છે.

kareena kapoor entertainment news bollywood controversies bollywood buzz bollywood news bollywood movie review bollywood gossips bollywood events bollywood