‘ભેડિયા’માં ઘણા શબ્દો બદલવામાં આવશે

20 November, 2022 05:59 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

નામ મુજબ ફિલ્મની સ્ટોરી પણ ભેડિયાની છે જેમાં વરુણ ધવન ભેડિયો બની જાય છે

‘ભેડિયા’માં ઘણા શબ્દો બદલવામાં આવશે

સેન્સર બોર્ડે ‘ભેડિયા’ને U/A સર્ટિફિકેટ આપીને કેટલાક શબ્દો બદલવાની માગણી કરી છે. નામ મુજબ ફિલ્મની સ્ટોરી પણ ભેડિયાની છે જેમાં વરુણ ધવન ભેડિયો બની જાય છે. પચીસમી નવેમ્બરે રિલીઝ થનારી આ ફિલ્મમાં ક્રિતી સૅનન પણ જોવા મળશે. સેન્સર બોર્ડે ફિલ્મમાં કેટલાક વાંધાજનક શબ્દોને બદલીને ગધા, આહ, ગંગા જમુના જૂસ, મિનિસ્ટર અને લોગો જેવા શબ્દોનો ઉમેરો કરવા કહ્યું હતું; જેને સૂચવ્યા પ્રમાણે બદલવામાં આવ્યા છે. ફિલ્મ બે કલાક ૩૬ મિનિટની છે.

entertainment news bollywood news varun dhawan