15 February, 2023 04:01 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મનોજ બાજપાઈ
મનોજ બાજપાઈ સેટ પર શર્મિલા ટાગોરને મળ્યા બાદ ગીત ગાતો જોવા મળ્યો હતો. તેમણે ‘ગુલમોહર’માં સાથે કામ કર્યું છે. આ ફિલ્મ ત્રણ માર્ચે ડિઝની + હૉટસ્ટાર પર રિલીઝ થવાની છે. આ ફિલ્મમાં તે શર્મિલા ટાગોરના દીકરા અરુણ બત્રાનું પાત્ર ભજવી રહ્યો છે. આ વિશે મનોજ બાજપાઈએ કહ્યું કે ‘હું જ્યારે શર્મિલાજીને પહેલી વાર મળ્યો ત્યારે મેં તેમને કહ્યું હતું કે મેં તેમની ઘણી જૂની ફિલ્મો જોઈ છે. એ સમયે તેમણે મને કહ્યું હતું કે મનોજ, શાંત થા. તેમની ફિલ્મોનાં ગીત મારા દિમાગમાં રહી જતાં હતાં અને હું સેટ પર ઘણી વાર ‘જબ ભી જી ચાહે નયી દુનિયા બસા લેતે હૈં લોગ’ જેવાં ગીત હું ગાતો હતો. હું જ્યારે પણ ગીત ગાતો ત્યાર બાદ મને એહસાસ થતો કે તેઓ મારી પાસેથી ક્રૉસ થઈ રહ્યાં છે અથવા તો તેઓ મારી પાછળ ઊભાં છે. ઘણી વાર આવું થયા બાદ ખોટો ગુસ્સો દેખાડતાં શર્મિલાજીએ મને કહ્યું કે તેઓ મને હવે મારશે. સેટની આ યાદોને હું હંમેશાં યાદ રાખીશ.’