દુબઈ આવવા માટે મને દાઉદ ઇબ્રાહિમે આમંત્રણ નહોતું આપ્યું

17 September, 2026 07:27 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મંદાકિનીએ ડૉન સાથેની મેચ જોતી વખતની વિવાદાસ્પદ તસવીર વિશે સ્પષ્ટતા કરી

મંદાકિની અને દાઉદ ઇબ્રાહિમ

એક સમયની ચર્ચાસ્પદ ઍક્ટ્રેસ મંદાકિની ૧૯૯૪-૯૫માં દુબઈના શારજાહમાં ભારત-પાકિસ્તાનની ક્રિકેટ મૅચ દરમ્યાન અંડરવર્લ્ડ ડૉન દાઉદ ઇબ્રાહિમ સાથે જોવા મળી હતી. બન્નેની તસવીરે ભારે સનસનાટી મચાવી હતી. આ તસવીરને લઈને વિવાદ થયો હતો અને સાથે જ બન્નેના સંબંધોને લઈને અનેક ચર્ચાઓએ પણ સમાચારોમાં સ્થાન મેળવ્યું હતું. જોકે મંદાકિનીએ હંમેશાં આ વાતને નકારી કાઢી છે. મંદાકિનીએ હાલમાં આ વિવાદાસ્પદ તસવીર બાદ થયેલી બદનામી વિશે વાત કરી હતી.
મંદાકિનીએ દાઉદ ઇબ્રાહિમ સાથેની તેની વર્ષો જૂની વિવાદાસ્પદ તસવીર વિશે વાત કરતાં કહ્યું હતું કે ‘લોકો જે લખવા માગે, જે બોલવા માગે એના પર આપણું કોઈ નિયંત્રણ નથી. એક કલાકાર હજારો લોકોને મળે છે. અમારા માટે બધા સમાન છે. અમે દુબઈમાં એક શો માટે ગયા હતા. મને દાઉદે આમંત્રણ આપ્યું નહોતું. આ તસવીરની અસર મારી ફિલ્મી કરીઅર પર પણ પડી હતી. આ વિવાદથી મને ઘણું નુકસાન થયું. આ પછી મને સમજાયું કે આવી બાબતોને સંભાળવા માટે એક ટીમ હોવી જોઈએ. મેં દરેક જગ્યાએ આ અફવાઓનું ખંડન કર્યું હતું પણ જે નુકસાન થવાનું હતું એ થઈ જ ગયું હતું.’

mandakini dawood ibrahim entertainment news bollywood controversies bollywood buzz bollywood news bollywood movie review bollywood gossips bollywood events bollywood