03 September, 2026 02:18 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મલ્લિકા શેરાવત
મલ્લિકા શેરાવત હાલમાં રિયલિટી શો ‘ધ ટ્રેટર્સ 2’માં જોવા મળી રહી છે. આ દરમ્યાન તેને સલમાન ખાનના લોકપ્રિય રિયલિટી શો ‘બિગ બૉસ 20’માં જોડાવાની ઑફર મળી હોવાની ચર્ચા છે. જોકે મલ્લિકાએ આ ઑફર ઠુકરાવી દીધી છે અને સ્પષ્ટ કર્યું છે કે તે કરોડો રૂપિયાની ફીની ઑફર હોવા છતાં ‘બિગ બૉસ’ના ઘરમાં જવા માગતી નથી.
મલ્લિકાએ અગાઉ પણ જણાવ્યું હતું કે તેને ‘બિગ બૉસ’નું ફૉર્મેટ ક્યારેય પસંદ આવ્યું નથી. આ શોમાં સ્પર્ધકોને લાંબા સમય સુધી એક જ ઘરમાં રહેવું પડે છે અને ૨૪ કલાક કૅમેરાની નજર હેઠળ રહેવું પડે છે. મલ્લિકાને આ પ્રકારનું ફૉર્મેટ પસંદ નથી. તેણે અગાઉ ‘ખતરોં કે ખિલાડી’ જેવા રિયલિટી શોની ઑફર પણ ઠુકરાવી હોવાનો ખુલાસો કર્યો હતો.