Malaika Arora Trolled: યોગા ક્લાસની બહાર અજીબ રીતે વૉક કરતાં મલાઈકા થઈ ટ્રોલ

22 September, 2021 05:11 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

મલાઈકાને પેપારાઝી દ્વારા તેમની યોગા ક્લાસની બહાર સ્પૉટ કરવામાં આવી હતી જ્યાં તેમની બદલાયેલી ચાલ અને કપડાંને કારણે તેને ટ્રોલ કરવામાં આવી રહી છે.

મલાઇકા અરોરા (તસવીર સૌજન્ય મિડ-ડે)

બૉલિવૂડની સૌથી ફિટ એક્ટ્રેસમાંની એક મલાઈકા અરોરા ફિટનેસ ફ્રિક છે અને દરરોજ યોગા કરે છે. ફિટનેસ સિવાય એક્ટ્રેસ પોતાની બૉલ્ડ ડ્રેસિંગ સ્ટાઈલને કારણે પણ ચર્ચામાં છવાયેલી રહે છે, જો કે, ઘણીવાર તે પોતાના કપડાંને કારણે ટ્રોલિંગનો પણ શિકાર બનતી હોય છે. તાજેતરમાં જ મલાઈકાને પેપારાઝી દ્વારા તેમની યોગા ક્લાસની બહાર સ્પૉટ કરવામાં આવી હતી જ્યાં તેમની બદલાયેલી ચાલ અને કપડાંને કારણે તેને ટ્રોલ કરવામાં આવી રહી છે.

મલાઇકા યોગા ક્લાસની બહાર બ્લેક ક્રૉપ ટૉપ અને હાફ ટાઇટ પેન્ટ્સ પહેરેલી જોવા મળી. મલાઈકા જ્યારે ગાડીમાંથી ઉતરી તો તેની ચાલ બદલાયેલી જોવા મળી. જે લોકોના ધ્યાનમાં આવી ગઈ. આ બાબતે એક્ટ્રેસને ખરાબ રીતે ટ્રોલ કરવામાં આવી રહી છે.

એક યૂઝરે વીડિયોમાં કોમેન્ટ કરતા લખ્યું, "આણે ઇન્ડિયાઝ નેક્સ્ટ સુપર મૉડલ જજ કર્યું છે, પણ આ આમ કેમ ચાલી રહી છે." તો બીજાએ લખ્યું, "આ ચાલવાની કઈ સ્ટાઈલ છે ભાઈ" તો અન્ય એક યૂઝરે એક્ટ્રેસની એજ શેમિંગ કરતા લખ્યું, "આંટીના ઘૂંટણ દુઃખે છે."

તાજેતરમાં જ મલાઈકા અરોરા અને અર્જુન કપૂર એકસાથે સ્પૉટ કરવામાં આવ્યા હતા, જ્યાં એક્ટર પોતાની લેડી લવનો હાથ પકડીને તેને પેપારાઝીથી બચાવતો જોવા મળ્યો. આ દરમિયાન મલાઈકાએ સફેટ નોટેડ શર્ટ સાથે ડેનિમ શૉર્ટ પહેર્યા હતા, જ્યારે અર્જુને બ્લેક ટી-શર્ટ અને બ્લેક પેન્ટ સાથે બ્લેક એન્ડ બ્લેક લૂક કૅરી કર્યો હતો.

malaika arora bollywood news bollywood gossips bollywood entertainment news