પચાસ નજીકની મલાઇકાની ફિટનેસનું રહસ્ય છે યોગ

13 May, 2021 12:13 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

વીસ વર્ષની યુવતી જેવી કમનીય કાયા ધરાવતી ઍક્ટ્રેસ દરરોજ પિસ્તાલીસ મિનિટ યોગને ફાળવે છે

મલાઇકા અરોરા

હમણાં જ કો-ફાઉન્ડર તરીકે સર્વા ડૉટ કૉમ વેબસાઇટ અને સર્વાના નામની ઍપ સાથે જોડાયેલી મલાઇકા અરોરાએ કહ્યું હતું કે જીમની મારી આદત હવે છૂટી ગઈ છે અને હું બિલકુલ યોગ પર જ ફિટનેસ જાળવું છું, જિમ ન હોય તો મને ફરક નથી પડતો. મલાઇકા દિવસમાં પિસ્તાલીસ મિનિટ રૂટીનમાં યોગને આપે છે અને પ્રાણાયામ તથા મેડિટેશન કરે છે. મલાઇકા આજે ૪૮ વર્ષની છે પણ વીસ વર્ષની કોઈ પણ યંગ યુવતીને પણ શરમાવે એવું તેનું બૉડી સ્ટ્રક્ચર છે અને ફિટનેસની બાબતમાં પણ તે બિલુકલ એવી જ છે. મલાઇકા કહે છે, ‘સર્વામાં અમે રૂટીન યોગાસન ઉપરાંત એક્સપર્ટ્સે ઇન્વેન્ટ કર્યા હોય એવા નવા યોગનાં ફૉર્મ પણ ઇન્ટ્રોડ્યુસ કર્યાં છે જે બૉડીની અલગ-અલગ એક્સરસાઇઝ કરાવે છે. યોગમાં એ તાકાત છે જે દુનિયાના કોઈ જિમમાં નથી.’

યોગને લીધે જ પોતે આજ સુધી ફિટનેસ જાળવી શકી છે એવું જણાવતાં મલાઇકાએ કહ્યું હતું, ‘યોગને લાઇફસ્ટાઇલમાં સામેલ કરવાનું કામ આપણે કરવું જ રહ્યું.’

entertainment news bollywood bollywood news malaika arora