પોલિંગ બૂથ પહોંચવા છતા મત ન આપી શક્યા સંજય કપૂર,આ છે મામલો

22 October, 2019 02:23 PM IST  |  મુંબઈ

પોલિંગ બૂથ પહોંચવા છતા મત ન આપી શક્યા સંજય કપૂર,આ છે મામલો

સંજય કપૂર

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે મતદાન સોમવારે થયું. જેના માટે પોતાના બિઝી શેડ્યૂલમાંથી સમય કાઢીને સિતારાઓ મત આપવા માટે ગયા. પરંતુ તેઓ મત આપી ન શક્યા.

સ્પૉટબૉય સાથે વાત કરતા સંજય કપૂરે કહ્યું કે, જ્યારે હું લોખંડવાલાના પોલિંગ બૂથમાં મારો મત આપવા ગયો તો ત્યાં લિસ્ટમાં મારું નામ નહોતું. હું મારું આધાર કાર્ડ અને બાકીના ડૉક્યૂમેન્ટ લઈને ગયો હતો. મે તેમને જુહૂના સેન્ટરમાં ચેક કરવાનું કહ્યું, પરંતુ તેમની લિસ્ટમાં તેમનું નામ નહોતું. હું દરેક વખતે મારો મત આપું છું, પરંતુ આ વખતે એવું નથી થયું. હું મત જ ન આપી શક્યો.


આ સિતારાઓએ કર્યું મતદાન
જણાવી દઈએ કે હાલમાં મહારાષ્ટ્રમાં ભાજપ અને શિવસેનાની સરકાર છે. ચૂંટણી માટે હેમા માલિની, અનિલ કપૂર, હ્રિતિક રોશન, સની દેઓલ, બૉબી દેઓલ, અર્જુન કપૂર, જિતેન્દ્ર, અભિષેક અને ઐશ્વર્યા રાય, વરૂણ ધવન સહિતના સિતારાઓ મતદાન કરવા માટે પહોંચ્યા હતા.

આ પણ જુઓઃ Maharashtra Assembly Polls: આમિર ખાન, શાહરૂખ ખાન, ગોવિંદાએ કર્યું મતદાન....

આ સિતારાઓ ન આપી શક્યા મત
ત્યાં જ, અમિતાભ બચ્ચન, કંગના રનૌત, અનુપમ ખેર. ટાઈગર શ્રૉફે મતદાન નથી કર્યું. અમિતાભ બચ્ચન સ્વાસ્થ્યના કારણથી મતદાન નથી કર્યું. આ સિવાય અનુપમ ખેર, કંગના રનૌત, સોનમ મુંબઈમાં હાજર ન હોવાથી તેઓ મતદાન ન કરી શક્યા. મહારાષ્ટ્રમાં સોમવારે 55 ટકા મતદાન થયું હતું. જે ખૂબ જ ઓછું છે.

sanjay kapoor entertaintment