માધુરી દીક્ષિત રાજનીતિમાં પ્રવેશને લઈને કહી આ મોટી વાત

09 February, 2019 07:28 PM IST  | 

માધુરી દીક્ષિત રાજનીતિમાં પ્રવેશને લઈને કહી આ મોટી વાત

માધુરીએ રાજકારણમાં પ્રવેશને લઈને કર્યો ખુલાસો

પોતાની આગામી ફિલ્મ ટોટલ ધમાલ સાથે પડદા પર ધૂમ મચાવવા માટે આવી રહેલી અભિનેત્રી માધુરી દીક્ષિતે રાજકારણમાં જોડાવાને લઈને મોટો ખુલાસો કર્યો છે. માધુરીએ કહ્યું કે તેમની પુણેથી ચૂંટણી લડવાની વાત ખોટી છે અને તે એમના માટે એવી જ છે જાણે કે તે કોઈ કૉમેડી કરી રહી છે. થોડા સમય પહેલા અહેવાલો આવ્યા હતા કે માધુરી પુણેથી ભારતીય જનતા પાર્ટીની ટિકિટ પર ચૂંટણી લડી શકે છે. એટલું જ નહીં તેમના ઘરે ભાજપના અધ્યક્ષ અમિત શાહ પણ મહારાષ્ટ્રના મુખ્યમંત્રીની સાથે પહોંચ્યા હતા, જે ભાજપની ઉપલબ્ધિઓ ગણાવવા ગયા હતા. જે બાદ એવી ચર્ચાઓ જાગી હતી કે માધુરી ભાજપમાં સામેલ થઈ શકે છે. પરંતુ આ તમામ ચર્ચાઓનો અંત લાવતા માધુરીએ સ્પષ્ટ કર્યું છે કે તે ચૂંટણી નથી લડી રહી અને તેની સાથે જોડાયેલી જે વાતો આવે છે તે તેમના માટે કૉમેડી સમાન છે.

મહત્વનું છે કે લોકસભા ચૂંટણી નજીક આવી રહી છે તો એવામાં કલાકારો પાર્ટીમાં જોડાવાના હોવાના અહેવાલો પણ સામે આવી રહ્યા છે. હાલમાં જ ભાબી જી ઘર પર હૈથી જાણીતી થયેલી શિલ્પા શિંદે કોંગ્રેસમાં સામેલ થઈ છે. ફિલ્મ ટોટલ ધમાલની વાત કરીએ તો તેમાં માધુરી દીક્ષિતની સાથે સાથે અનિલ કપૂર, અરશદ વારસી અને જાવેદ જાફરી મહત્વની ભૂમિકામાં રહેશે. આ ફિલ્મ 22 ફેબ્રુઆરીએ રિલીઝ થવા જઈ રહી છે.

આ પણ વાંચોઃ ભાજપ વધારશે સ્ટાર પાવર

આ ફિલ્મનું નિર્દેશન ઈંદ્ર કુમારે કર્યું છે. મહત્વનું છે કે આ ફિલ્મ સાથે અનિલ કપૂર અને માધુરી લાંબા સમય બાદ કમબેક કરી રહ્યા છે. તો અજય દેવગણ સાથે પણ માધુરીએ લાંબા સમયથી કામ નહોતું કહ્યું. એવામાં આ ફિલ્મ આ કલાકારોના રીયૂનિયન જેવી બની રહેશે.

madhuri dixit bharatiya janata party