ઐશ્વર્યાના સપોર્ટમાં આગળ આવી માધુરી દીક્ષિત

01 June, 2026 10:30 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કહ્યું કે ઍૅશ એક ગ્લોબલ સ્ટાર છે અને તેનું માત્ર દેખાવ કે વજનના આધારે મૂલ્યાંકન ન કરવું જોઈએ

ઍૅશ એક ગ્લોબલ સ્ટાર છે: માધુરી દીક્ષિત

તાજેતરમાં કાન ફિલ્મ ફેસ્ટિવલ દરમ્યાન ઐશ્વર્યા રાય બચ્ચનના લુક, આઉટફિટ અને વધેલા વજનને લઈને સોશ્યલ મીડિયા પર ઘણી કમેન્ટ્સ કરવામાં આવી હતી. કેટલાક લોકોએ તેને બૉડી-શેમ કરી હતી અને ઘણાએ તેણે બોટોક્સ કરાવ્યાના આરોપો પણ લગાવ્યા હતા. હવે આ મામલે માધુરી દીક્ષિતે ખુલ્લેઆમ ઐશ્વર્યાનો પક્ષ લીધો છે અને તેનું સમર્થન કરતાં કહ્યું કે તે એક ગ્લોબલ સ્ટાર છે અને તેનું માત્ર દેખાવ કે વજનના આધારે મૂલ્યાંકન ન કરવું જોઈએ.

ઐશ્વર્યાને સપોર્ટ કરતાં માધુરીએ કહ્યું હતું કે ‘ઐશ્વર્યાએ વર્ષો સુધી વૈશ્વિક મંચ પર ભારતનું પ્રતિનિધિત્વ કર્યું છે અને એક મજબૂત વારસો ઊભો કર્યો છે. ઐશ્વર્યાને કોઈ પણ પ્રકારના સ્કેલ કે આંકડાથી માપી શકાય નહીં. તે સુંદર છે, પરંતુ એનાથી પણ વધુ મહત્ત્વનું એ છે કે તે અંદરથી ખૂબ જ સારી અને સુંદર વ્યક્તિ છે.’

માધુરીએ સોશ્યલ મીડિયા પર કરવામાં આવતા ટ્રોલિંગ અંગે ચિંતા વ્યક્ત કરતાં કહ્યું કે ‘જ્યારે લોકો આ પ્રકારની કમેન્ટ્સ કરે છે ત્યારે તેઓ આજની યુવા પેઢીને ખોટો સંદેશ આપે છે. શું યુવાનોને એ શીખવવામાં આવી રહ્યું છે કે વ્યક્તિની કિંમત માત્ર તેના દેખાવ પર આધારિત હોય છે અને તેની સિદ્ધિઓનું કોઈ મહત્વ નથી? આ સાવ ખોટો સંદેશ છે.’

aishwarya rai bachchan madhuri dixit fashion cannes film festival entertainment news bollywood bollywood news