જોઈ લો ‘ચન્દ્રમુખી’ને

12 December, 2022 04:05 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ ફિલ્મ ૨૦૦૫માં આવેલી રજનીકાન્તની હૉરર-કૉમેડી ‘ચન્દ્રમુખી’ની સીક્વલ છે.

કંગના રનોટ

કંગના રનોટ ‘ચન્દ્રમુખી 2’માં લીડ રોલમાં દેખાવાની છે. આ ફિલ્મને લાયકા પ્રોડક્શને બનાવી છે. તેમણે કંગનાનો લુક શૅર કર્યો છે. આ લુકમાં તે ખૂબ સુંદર દેખાઈ રહી છે. આ ફિલ્મ ૨૦૦૫માં આવેલી રજનીકાન્તની હૉરર-કૉમેડી ‘ચન્દ્રમુખી’ની સીક્વલ છે.

આ પણ વાંચો : ‘ચન્દ્રમુખી’ બનશે કંગના?

 

‘ચન્દ્રમુખી 2’માં કંગના નૃત્યાંગનાના રોલમાં દેખાવાની છે. તે હાલમાં તો તેના ડિરેક્શનમાં બની રહેલી ફિલ્મ ‘ઇમર્જન્સી’ના શૂટિંગમાં બિઝી છે. લાયકા પ્રોડક્શને ‘ચન્દ્રમુખી 2’નો કંગનાનો લુક ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને તેનું સ્વાગત કર્યું છે.

entertainment news bollywood news bollywood gossips bollywood kangana ranaut upcoming movie