03 August, 2024 07:50 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ઇન્સ્ટાગ્રામની સ્ટોરી પર શેર કરેલ ફોટો
ખુશી અને અર્જુન કપૂર સાથે ફિલ્મમાં કામ કરશે એવું લાગી રહ્યું છે. ખુશી અને અર્જુને તેમની ઇન્સ્ટાગ્રામની સ્ટોરી પર એકસરખો ફોટો શૅર કરીને લોકોમાં કુતૂહલ જગાડ્યું છે. ‘કરન અર્જુન’ ફિલ્મનો જાણીતો ડાયલૉગ ‘મેરે કરન અર્જુન આએંગે’ પરથી પ્રેરિત થઈને તેમણે શૅર કરેલા ફોટો પર ‘મેરે ખુશી અર્જુન આએંગે’ લખેલું જોવા મળી રહ્યું છે. ખુશીએ ઝોયા અખ્તરની ‘આર્ચીસ’ દ્વારા કરીઅરની શરૂઆત કરી હતી. ખુશીની હજી સુધી એક પણ ફિલ્મ થિયેટરમાં રિલીઝ નથી થઈ. અર્જુન પણ હવે તેની ‘સિંઘમ અગેઇન’ની રિલીઝની રાહ જોઈ રહ્યો છે. આ ફિલ્મ બાદ હવે તે નવી ફિલ્મ પર ફોકસ કરી રહ્યો છે. આ ફિલ્મ તેની સાવકી બહેન ખુશી સાથેની હોય એવી ચર્ચા છે.