બંગાળી ઍક્ટ્રેસના સુસાઇડ કેસમાં લિવ-ઇન પાર્ટનરની થઈ અરેસ્ટ

18 May, 2022 01:30 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સાઉથ કલકત્તામાં રહેતી પલ્લવી ડેએ સુસાઇડ કરતાં તેના​ લિવ-ઇન પાર્ટનર શાજ્ઞિક ચક્રવર્તીની અરેસ્ટ કરવામાં આવી છે.

પલ્લવી ડે

સાઉથ કલકત્તામાં રહેતી પલ્લવી ડેએ સુસાઇડ કરતાં તેના​ લિવ-ઇન પાર્ટનર શાજ્ઞિક ચક્રવર્તીની અરેસ્ટ કરવામાં આવી છે. પોસ્ટ-મૉર્ટમ રિપોર્ટમાં સુસાઇડ કર્યું હોય એવું જાણવા મળ્યું હતું, પરંતુ તેની ફૅમિલી દ્વારા તેના લિ​વ-ઇન પાર્ટનર પર ઘણા આરોપ મૂકવામાં આવ્યા છે. તેમણે શાજ્ઞિક પર મેન્ટલ અને ફિઝિકલ ટૉર્ચરની સાથે તેમની દીકરીની કમાણીમાંથી પૈસાની ઉચાપત કરવાનો પણ આરોપ મૂક્યો હતો. સોમવારે રાતથી પોલીસે શાજ્ઞિકને લઈને ઘણી તપાસ કરી હતી. શાજ્ઞિકનું પૈસાનું ઇન્વૉલ્વમેન્ટ મળતાં તેને અરેસ્ટ કરવામાં આવ્યો છે. પોલીસ ઇન્ટરોગેશનમાં શાજ્ઞિકે સ્વીકાર્યું હતું કે તેની અને પલ્લવીની પંદર લાખ રૂપિયાની જૉઇન્ટ ડિપોઝિટ છે. તેમ જ તેમણે સૉલ્ટ લેકમાં ૮૦ લાખ રૂપિયાનો લક્ઝુરિયસ ફ્લૅટ પણ ખરીદ્યો હતો. શાજ્ઞિક પાસે લક્ઝુરિયસ કાર પણ છે. આ બધું પલ્લવી ડેએ તેના પૈસામાંથી કર્યું હતું. શાજ્ઞિક જૉબ કરે છે, પરંતુ તેની કમાણી એટલી નથી કે તે આટલું બધું ખરીદી શકે. શાજ્ઞિકનાં પહેલાં લગ્ન થઈ ચૂક્યાં હતાં. તેણે ડિવૉર્સ ફાઇલ કર્યા ત્યાર બાદ તે પલ્લવી ડે સાથે લિવ-ઇન રિલેશનશિપમાં રહેતો હતો.

bollywood news entertainment news