ઑડિશનમાં નેહા કક્કડને ગાતી સાંભળીને અનુ મલિકે પોતાને જ જડી દીધો તમાચો

12 April, 2021 01:57 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

નેહા કક્કડ તેરી આવાઝ સુન કર લગતા હૈ મૈં અપને મુંહ પર મારું થપ્પડ, યાર ક્યા હો ગયા હૈ તેરે કો

અનુ મલિક

‘ઇન્ડિયન આઇડલ’ના ઑડિશનનો એક જૂનો વિડિયો વાઇરલ થયો છે, જેમાં નેહા કક્કડે કૉન્ટેસ્ટન્ટ તરીકે ભાગ લીધો હતો. વિડિયોમાં તે ‘રેફ્યુજી’નું ગીત ‘ઐસા લગતા હૈ’ ગાઈ રહી છે. આ એ સમયની વાત છે જ્યારે તેણે નામના નહોતી મેળવી. જોકે તેને જે પ્રસિદ્ધિ મળી છે એ મેળવવામાં ઘણો સમય લાગ્યો હતો. જે જૂનો વિડિયો વાઇરલ થયો છે એમાં નેહાનું ગીત પૂરું થયા બાદ અનુ મલિકે કહ્યું હતું કે ‘નેહા કક્કડ તેરી આવાઝ સુન કર લગતા હૈ મૈં અપને મુંહ પર મારું થપ્પડ, યાર ક્યા હો ગયા હૈ તેરે કો.’

entertainment news anu malik bollywood news bollywood bollywood gossips