બૈસાખી પર આવશે ‘લાલ સિંહ ચઢ્ઢા’

21 November, 2021 04:52 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ફિલ્મનું પોસ્ટર ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને કરીનાએ કૅપ્શન આપી હતી કે ‘અમારું નવું પોસ્ટર અને નવી રિલીઝની તારીખ શૅર કરવાનો અમને ગર્વ છે.’

બૈસાખી પર આવશે ‘લાલ સિંહ ચઢ્ઢા’

આમીર ખાન અને કરીના કપૂર ખાનની ‘લાલ સિંહ ચઢ્ઢા’ આવતા વર્ષે બૈસાખી દરમ્યાન ૧૪ એપ્રિલે રિલીઝ થવાની છે. આ ફિલ્મ ૧૯૯૪માં આવેલી હૉલીવુડની ‘ફૉરેસ્ટ ગમ્પ’ની હિન્દી રીમેક છે. ફિલ્મને અદ્વૈત ચંદને ડિરેક્ટ કરી છે. આમિર ખાનના પ્રોડક્શન હાઉસે અને વાયકૉમ 18એ આ ​ફિલ્મને પ્રોડ્યુસ કરી છે. ફિલ્મનું શૂટિંગ દેશનાં ઘણાં લોકેશન પર શૂટ કરવામાં આવ્યું છે. વિવિધ સમયગાળાને આ ફિલ્મમાં દેખાડવામાં આવશે. ફિલ્મનું પોસ્ટર ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને કરીનાએ કૅપ્શન આપી હતી કે ‘અમારું નવું પોસ્ટર અને નવી રિલીઝની તારીખ શૅર કરવાનો અમને ગર્વ છે.’

bollywood news bollywood bollywood gossips entertainment news kareena kapoor aamir khan