Laal Singh Chaddha: પાર્ટી કરતાં દેખાયા આમિર અને કરીના, જુઓ તસવીરો

12 November, 2019 04:18 PM IST  |  Mumbai Desk

Laal Singh Chaddha: પાર્ટી કરતાં દેખાયા આમિર અને કરીના, જુઓ તસવીરો

'ઠગ્સ ઑફ હિંદુસ્તાન' પછી આમિ ખાન હવે ફિલ્મ 'લાલ સિંહ ચડ્ઢા' લઈને આવી રહ્યો છે. આમિર અને કરીના કપૂર આ ફિલ્મનું ચંદીગઢમાં કરી રહ્યા છે. 'થ્રી ઇડિયટ્સ' અને 'તલાશ' જેવી ફિલ્મોમાં સાથે કામ કરી ચૂકેલા બન્ને હવે 'લાલ સિંહ ચડ્ઢા'માં એક સાથે સ્ક્રીન શૅર કરશે. તાજેતરમાં જ ફિલ્મના શૂટિંગ દરમિયાન બન્નેના લૂક પણ સામે આવી ગયા છે. આમાં આમિર 'સરદાર'ની વેશભૂષામાં જોવા મળે છે. લૂક પછી હવે શૂટિંગ બાદની પાર્ટીની તસવીરો પણ સામે આવી છે.

આ ફિલ્મની શૂટિંગનું પહેલું શેડ્યૂલ ચંદીગઢમાં શૂટ કરવામાં આવી રહ્યું છે. થોડાંક દિવસો પહેલા જ શૂટિંગ દરમિયાનની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. જેમાં કરીના ખૂબ જ સિમ્પલ લૂકમાં દેખાતી હતી. તો, વર્ષ 2020માં આવનારી ફિલ્મની શૂટિંગ પછીની તસવીરો પણ સોશિયલ મીડિયા પર શૅર કરવામાં આવી રહી છે. આ તસીવરોમાં શૂટિંગ પછી પાર્ટીનો માહોલ દેખાય છે.

વાયરલ થતી તસવીરોમાં આમિર ખાન પોતાની વધેલી દાઢીવાળા લૂકમાં દેખાય છે. તો, કરીના કપૂર પિન્ક ટીશર્ટ અને બ્લેક લેધર જેકેટમાં દેખાય છે. આ પાર્ટીમાં આમિર અને કરીના સાથે અન્ય લોકો પણ હાજર છે. વાયરલ તસવીરોમાં આમિરની પત્ની અને પ્રૉડ્યૂસર કિરણ રાવ પણ દેખાય છે. આ તસવીરોમાં આખી ટીમ મસ્તી કરતી જોવા મળે છે.

આ પણ વાંચો : Aarohi Patel: અલબેલી 'આર.જે. અંતરા'ના અનોખા અંદાજ જુઓ તસવીરોમાં...

કહેવામાં આવી રહ્યું છે કે ફિલ્મ 'લાલ સિંહ ચડ્ઢા' વર્ષ 1994માં આવેલી એક ફિલ્મની રિમેક છે. આ હિન્દી ફિલ્મનું નામ 'ફૉરેસ્ટ ગંપ' હતું. આમિર અને કરીના સ્ટારર આ ફિલ્મને આવતાં વર્ષે ક્રિસમસ સુધી રિલીઝ કરી દેવાની આશા છે. હવે જોવાનું એ થે કે 'થ્રી ઇડિયટ્સ' અને 'તલાશ' પછી બન્ને શું નવું લઈને આવે છે.

aamir khan kareena kapoor bollywood bollywood news bollywood gossips