વાશુ ભગનાણી વિશે કોઈ કમેન્ટ ન કરવાનો કેઆરકેને આદેશ આપ્યો હાઈ કોર્ટે

11 April, 2021 02:12 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કેઆરકે સોશ્યલ મીડિયામાં ફેમસ પર્સનાલિટીઓ માટે સતત ઘસાતું બોલે છે

વાશુ ભગનાણી

બૉમ્બે હાઈ કોર્ટે કેઆરકે એટલે કે કમાલ રશીદ ખાનને આદેશ આપ્યો છે કે તે ફિલ્મમેકર વાશુ ભગનાણી વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણીઓ નહીં કરી શકે. કેઆરકે સોશ્યલ મીડિયામાં ફેમસ પર્સનાલિટીઓ માટે સતત ઘસાતું બોલે છે. કેઆરકેની નિંદાઓને જોતાં વાશુ ભગનાણીએ તેની વિરુદ્ધ ૧ કરોડ રૂપિયાનો માનહાનિનો દાવો કર્યો છે. આ કેસ હજી પેન્ડિંગ છે. કોર્ટના આદેશ મુજબ જ્યાં સુધી વાશુ ભગનાણીએ કરેલો ૧ કરોડ રૂપિયાનો માનહાનિનો દાવો પેન્ડિંગ છે ત્યાં સુધી વાશુ અને તેના પરિવારના સદસ્યો વિરુદ્ધ કોઈ પણ પ્રકારની વાંધાજનક કમેન્ટ્સ કરતા કેઆરકેને અટકાવ્યો છે. વાશુ ભગનાણીના કેસને સંભાળતા અમિત નાઈકે કહ્યું કે ‘સોશ્યલ મીડિયા એક સશક્ત માધ્યમ છે, જેનો ઘણી વખત સન્માનનીય વ્યક્તિઓની છબબિને ખરડવા માટે દુરુપયોગ કરવામાં આવે છે. કોર્ટે ફરી એક વખત આવી પ્રવૃત્તિઓની નિંદા કરી છે. માનનીય બૉમ્બે હાઈ કોર્ટે કેઆરકે માટે એક આદેશ પસાર કરીને વાશુ ભગનાણી અને તેના કુટુંબ, તેનો બિઝનેસ અને તેના પ્રોજેક્ટ્સ વિરુદ્ધ આવી નિંદાત્મક અને અપમાનજનક કમેન્ટ્સ બંધ કરવાનું કહ્યું છે. આ આદેશ કમાલ ખાનને ત્રીજી વખત આપવામાં આવ્યો છે.’

entertainment news bollywood bollywood news bombay high court kamaal r khan vashu bhagnani