‘મિમી’ની ટાઇમ પહેલાં ડિલિવરી કેમ થઈ?

27 July, 2021 01:48 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

૩૦ જુલાઈએ રિલીઝ થનારી આ ફિલ્મને ગઈ કાલે ઑનલાઇન લીક થઈ ગઈ હોવાથી રિલીઝ કરવામાં આવી હોવાની ચર્ચા

મીમી ફિલ્મમાં ક્રિતી સેનોન

ક્રિતી સૅનનની ‘મિમી’ને અચાનક ગઈ કાલે રિલીઝ કરવામાં આવી છે. આ રિલીઝ એની ઑનલાઇન લીકને કારણે થઈ હોવાની ચર્ચા છે. આ ફિલ્મ પહેલાં ૩૦ જુલાઈએ નેટફ્લિક્સ અને જિયો પર રિલીઝ થવાની હતી. જોકે ગઈ કાલે ટેલિગ્રામ ઍપ્લિકેશન પર ‘મિમી’ લીક થઈ ગઈ હતી. ફિલ્મ રિલીઝ થાય કે તરત જ એની પાઇરસી ઉપલબ્ધ થઈ જાય એ સામાન્ય વાત છે. જોકે રિલીઝ થવાના ચાર દિવસ પહેલાં જ લીક થઈ જાય એવું ભાગ્યે જ બને છે. જોકે અચાનક ગઈ કાલે ક્રિતીએ ઇન્સ્ટાગ્રામ પર જાહેરાત કરી હતી કે તે તેની ફૅમિલી સાથે બેસીને આ ફિલ્મ સાડાછ વાગ્યે જોશે અને એ માટે તે ૬.૧૫ વાગ્યે લાઇવ પણ થઈ હતી. દિનેશ વિજનનો ગઈ કાલે બર્થ-ડે હતો અને ક્રિતી સૅનનનો આજે બર્થ-ડે છે. જોકે આ ફિલ્મને વહેલી રિલીઝ કરવા પાછળ એની પાઇરસીને જવાબદાર ગણવામાં આવી રહી છે. પ્રોડક્શન હાઉસ દ્વારા એ માટે જરૂરી પગલાં લેવામાં આવ્યાં છે, પરંતુ એ ફિલ્મ વધુ લોકો સુધી પહોંચી જાય એ પહેલાં એને રિલીઝ કરી દેવાનો નિર્ણય લેવામાં આવ્યો હોય તો નવાઈ નહીં.

 

netflix bollywood news kriti sanon pankaj tripathi