ક્રિતી સૅનને પોસ્ટ કરેલી કવિતા સુશાંત સિંહ રાજપૂત માટે હતી?

15 July, 2020 11:25 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

ક્રિતી સૅનને પોસ્ટ કરેલી કવિતા સુશાંત સિંહ રાજપૂત માટે હતી?

ક્રિતી સૅનન અને સુશાંત સિંહ રાજપૂત (ડાબે), ક્રિતીએ પોસ્ટ કરેલી કવિતા (જમણે)

બૉલીવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)એ 14 જૂનના રોજ આત્મહત્યા કરી હતી. ગઈકાલે અભિનેતાના નિધનને એક મહિનો પુરો થયો ત્યારે અંકિતા લોખંડે (Ankita Lokhande), રિયા ચક્રવર્તી (Rhea Chakraborty), એકતા કપૂર (Ekta Kapoor), મુકેશ છાબરા (Mukesh Chhabra) સહિત ઈન્ડસ્ટ્રીના અનેક લોકોએ સુશાંતને યાદ કરીને સોશ્યલ મીડિયા પર પોસ્ટ કર્યા હતા. સુશાંતની ફિલ્મ 'રાબતા'ની કૉસ્ટાર અભિનેત્રી ક્રિતી સૅનન (Kriti Sanon)એ પણ તાજેતરમાં સોશ્યલ મીડિયા પર એક કવિતા પોસ્ટ કરી છે. જેમાં કોઈ જ કૅપ્શન નથી. પરંતુ ફૅન્સનું માનવું છે કે આ કવિતા ક્રિતીએ સુશાંત માટે જ પોસ્ટ કરી છે.

આ પણ જુઓ: સુશાંત સિંહ રાજપૂતના ફોન કૉલને મિસ કરે છે દિગ્દર્શક મુકેશ છાબરા

ક્રિતી સૅનને ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરેલી કવિતામાં કહ્યું છે કે, 'વધુ એક ખોટા હાસ્યની વચ્ચે આગળ વધવાનો દેખાડો કરે છે, તેની આંખોએ વાસ્તવિકતાના આંસુઓ વહાવી દીધા અને તેના તમામ ભ્રમ તોડી નાખ્યાં.'

અભિનેત્રીએ પોસ્ટ કરેલી માત્ર આ બે પંક્તિઓ પરથી યુર્ઝસને લાગી રહ્યું છે કે તે અભિનેતા સુશાંત સિંહ રાજપુતને કેટલું મિસ કરી રહી છે. યુર્ઝસ ક્રિતીના સૅનના પોસ્ટ પર જાતજાતની કમેન્ટ કરી રહ્યાં છે. એક યુઝરે કહ્યું હતું કે, 'મને ખ્યાલ છે કે તમે આજે પણ સુશાંતને યાદ કરો છો'. તો અન્ય એક યુઝરે કહ્યું હતું, 'મેમ અમને ખબર છે કે તમે પૂરી રીતે ભાંગી પડ્યાં છો પરંતુ મેમ મજબૂત બનો'. બીજા એક યુઝરે કહ્યું હતું કે, 'તમે સુશાંત સિંહ રાજપૂતના સાચા મિત્ર છો'. એક યુઝરે કહ્યું હતું કે, 'એક મહિનો થઈ ગયો પરંતુ તમારી જેમ જ અમે પણ સુશાંતને ભુલાવીને જીવનમાં આગળ નથી વધી શકતા.'

આ પણ વાંચો: સુશાંત સિંહ રાજપૂતને યાદ કરીને ઈમોશનલ થઈ રિયા ચક્રવર્તી

સુશાંત સિંહ રાજપૂત અને ક્રિતી સૅનને 2017માં આવેલી ફિલ્મ 'રાબતા'માં સાથે કામ કર્યું હતું. એક સમય એવો હતો કે લોકોને લાગતું હતું સુશાંત અને ક્રિતી રિલેશનશિપમાં છે. પરંતુ બન્ને હંમેશા એકબીજાના સારા મિત્રો હોવાનું જ કહેતા. સુશાંતના નિધન બાદ સોશ્યલ મીડિયા પર શ્રદ્ધાંજલી ન આપવા માટે ક્રિતી ટ્રોલ્સનો ભોગ બની હતી.

entertainment news bollywood bollywood news bollywood gossips sushant singh rajput kriti sanon instagram