યુકેનું ‘ગણપત’નું શેડ્યુલ પૂરું કર્યું ક્રિતિ સૅનને

25 November, 2021 03:52 PM IST  |  mumbai | Gujarati Mid-day Correspondent

ક્રિતિ સૅનને યુકેનું ‘ગણપત’નું શેડ્યુલ પૂરું કર્યું છે. ક્રિતિની ‘મિમી’નાં ખૂબ જ વખાણ થયાં હતાં.

ક્રિતિ સૅનન


ક્રિતિ સૅનને યુકેનું ‘ગણપત’નું શેડ્યુલ પૂરું કર્યું છે. ક્રિતિની ‘મિમી’નાં ખૂબ જ વખાણ થયાં હતાં અને ત્યાર બાદ તે તેની આગામી ફિલ્મનું શૂટિંગ કરવા માટે ટાઇગર શ્રોફ સાથે લંડનમાં હતી. તે ત્યાં શૂટિંગ પૂરું કરીને ફરી મુંબઈ આવી ગઈ છે. ‘ગણપત’ના ટીઝરમાં ક્રિતિ ઉબર કૂલ દેખાઈ રહી હતી. તે બાઇક ચલાવતી જોવા મળી હતી. તે આ ફિલ્મમાં એક અલગ જ અવતારમાં જોવા મળશે. આ ફિલ્મમાં તે તેના પહેલા કો-સ્ટાર ટાઇગર સાથે કામ કરી રહી છે. આ ફિલ્મ સિવાય ક્રિતિની ‘આદિપુરુષ’, ‘બચ્ચન પાન્ડે’, ‘ભેડિયા’ અને ‘શેહઝાદા’ પણ પાઇપલાઇનમાં છે.

bollywood news entertainment news kriti sanon