કિઆરા અને સિદ્ધાર્થની દીકરીનું પરિવારમાં થયું ભવ્ય સ્વાગત

23 July, 2025 07:00 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ દંપતીએ તેમની નાની પરીનું સ્વાગત ખૂબ ધામધૂમથી કર્યું છે. આ તસવીરમાં જોવા મળે છે કે ઘરને યુનિકૉર્ન બલૂન, ગુલાબી રંગના હિંડોળા અને અનેક મનમોહક રમકડાંઓથી સજાવવામાં આવ્યું છે

કિઆરા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રા

કિઆરા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રા ૧૫ જુલાઈની રાતે એક દીકરીનાં માતા-પિતા બન્યાં છે. આ બન્નેએ તેમની દીકરીને લાઇમલાઇટથી દૂર રાખવાનો નિર્ણય લીધો છે એટલે તેમણે હજી સુધી તેની ઝલક સોશ્યલ મીડિયામાં શૅર નથી કરી. દીકરીના જન્મ પછી સિદ્ધાર્થ મલ્હોત્રાએ કહ્યું હતું કે તેઓ દીકરીનું ગ્રૅન્ડ વેલકમ પોતાના પરિવાર સાથે ખાનગી રીતે ઊજવવા માગે છે. હવે સોશ્યલ મીડિયા પર કેટલીક તસવીરો વાઇરલ થઈ રહી છે જે દર્શાવે છે કે આ દંપતીએ તેમની નાની પરીનું સ્વાગત ખૂબ ધામધૂમથી કર્યું છે. આ તસવીરમાં જોવા મળે છે કે ઘરને યુનિકૉર્ન બલૂન, ગુલાબી રંગના હિંડોળા અને અનેક મનમોહક રમકડાંઓથી સજાવવામાં આવ્યું છે. એક તસવીરમાં સિદ્ધાર્થના પરિવારજનોએ લખ્યું હતું, ‘અમારી પ્યારી નાની રાજકુમારીનું આ દુનિયામાં સ્વાગત છે. તેણે અમને જીવન સાથે ફરીથી પ્રેમ કરવા માટે મજબૂર કરી દીધા છે. આ અમૂલ્ય ભેટ માટે મારા પ્યારા સિદ્ધાર્થ અને કિઆરાનો આભાર. તમને બન્નેને ઢગલાબંધ પ્રેમ.’

આ ઉપરાંત એક તસવીર સાથે લખવામાં આવ્યું છે, ‘કેટલીક ક્ષણો એવી હોય છે જે તમારા જીવનને સંપૂર્ણપણે અલગ અર્થ આપે છે. ખુશી, આનંદ, તમારી આત્માની સમૃદ્ધિ; આ જ છે પરમાનંદ. નવજાત ભત્રીજી, તને પ્રથમ વખત જોવા માટે હું સંપૂર્ણ રીતે તૈયાર છું.’

kiara advani sidharth malhotra bollywood buzz baby bollywood news bollywood gossips bollywood entertainment news