ગોલ્ડન ગર્લ ખુશી કપૂરની હાથની વીંટી છે ૧૩.૯ લાખ રૂપિયાની

16 April, 2025 07:46 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

તેણે જાહેરમાં સ્વીકાર્યું કે તે આજે પણ તેની મમ્મી અને મોટી બહેનનાં કપડાં પહેરે છે. શ્રીદેવીની દીકરી ખુશી કપૂર બૉલીવુડમાં પોતાનું સ્થાન બનાવવા માટે મહેનત કરી રહી છે. તે ઍક્ટિંગની સાથે-સાથે પોતાની ફૅશન-સૅન્સને કારણે પણ ચર્ચામાં છે.

ખુશી કપૂર

શ્રીદેવીની દીકરી ખુશી કપૂર બૉલીવુડમાં પોતાનું સ્થાન બનાવવા માટે મહેનત કરી રહી છે. તે ઍક્ટિંગની સાથે-સાથે પોતાની ફૅશન-સૅન્સને કારણે પણ ચર્ચામાં છે. હાલમાં એક ફૅશન અવૉર્ડ્‍સ શોમાં ખુશીના ગોલ્ડન લુકે બધાનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું હતું. આ ઇવેન્ટમાં ખુશીએ બ્રિટિશ લક્ઝરી બ્રૅન્ડ વિવિયન વેસ્ટવુડનો ગોલ્ડન શિમરી ગાઉન પહેર્યો હતો જેમાં તેના બૉડી કર્વ્સ બહુ સારી રીતે હાઇલાઇટ થતા હતા. આ ડ્રેસની સાથે ગોલ્ડન આઇશૅડો, બોલ્ડ આઇલાઇનર અને ન્યુડ ગ્લૉસી લિપસ્ટિકમાં ખુશી ગજબની સુંદર લાગી રહી હતી. જોકે આ લુકમાં સૌથી વધારે હાઇલાઇટ થતી હતી ખુશીની સ્ટેટમેન્ટ રિંગ. આ આઉટફિટ સાથે ખુશીએ કાર્ટિએર બ્રૅન્ડની જે રિંગ પહેરી હતી એની કિંમત લગભગ ૧૩.૯ લાખ રૂપિયા છે એમ માનવામાં આવે છે. ખુશીની ફૅશન-સૅન્સનાં વખાણ થાય છે ત્યારે તેનો એક જૂનો વિડિયો સોશ્યલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યો છે. આ વિડિયોમાં તે ફૅશન વિશે વાત કરતાં કહે છે કે ‘હું માનું છું કે ફૅશન ટાઇમલેસ છે. હું આજે પણ મારી મમ્મી અને મારી બહેનનાં કપડાં પહેરું છું. મારી ફૅશન આઇકન મારી મોટી બહેન જાહ્‍નવી કપૂર છે.’

khushi kapoor sridevi bollywood buzz bollywood events bollywood news bollywood entertainment news