Coronavirus: બોની કપૂરની નાની દિકરી ખુશી કપૂર કોરોનાગ્રસ્ત, જાહ્નવી કપૂરના શું છે હાલ?

11 January, 2022 12:37 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

બોની કપૂરની નાની દીકરી અને અભિનેતા અર્જુન કપૂરની બહેન ખુશી કપૂર (khushi kapoor) પણ કોરોના પોઝિટિવ થઈ ગઈ છે.

ખુશી કપૂર કોરોનાથી સંક્રમિત

કોરોનાના આખા દેશમાં હાહાકાર મચાવ્યો છે. બૉલિવૂડ પર જાણે તેનું જોખમ ખુબ મંડારાઈ રહ્યું હોય તેમ સેલેબ્સ તેની ચપેટમાં આવી રહ્યાં છે.  બોની કપૂરની નાની દીકરી અને અભિનેતા અર્જુન કપૂરની બહેન ખુશી કપૂર (khushi kapoor) પણ કોરોના પોઝિટિવ થઈ ગઈ છે. હાલમાં તે હોમ ક્વોરેન્ટાઈન છે. ખુશીની સાથે બોની અને જાહ્નવી કપૂર પણ હોમ ક્વોરેન્ટાઈનમાં છે. જાહ્નવી અને બોની કપૂરનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે કે પોઝિટિવ આવ્યો છે તે હજુ સ્પષ્ટ થયું નથી.

 જાહ્નવી કપૂરની સ્થિતિ
તાજેતરમાં જ જાહ્નવીકપૂરે ઈન્સ્ટાગ્રામ પર એક તસવીર શેર કરી હતી જેમાં તેણે થર્મોમીટર લગાવ્યું હતું. અન્ય એક તસવીરમાં તે બહેન ખુશી કપૂર સાથે હતી. આ સાથે જાહ્નવીએ લખ્યું હતું કે, વર્ષનો તે સમય ફરી. આ પછી અનુમાન લગાવવામાં આવ્યું હતું કે જાહ્નવી પણ કોરોના વાયરસથી સંક્રમિત છે.

હાલમાં જ પરિવારના વધુ ત્રણ સભ્યો અર્જુન કપૂર, અંશુલા અને રિયા કપૂર પણ કોરોનાની ઝપેટમાં આવ્યા હતા, જેઓ હવે સ્વસ્થ થઈ રહ્યા છે. અગાઉ, જ્યારે અર્જુનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો ત્યારે બોની કપૂર પણ અસ્વસ્થતા અનુભવી રહ્યા હતા. જે બાદ તેણે કોરોના ટેસ્ટ કરાવ્યો અને જોકે તેનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો.

કોરોનાની ભયભીત સ્થિતિ
દેશમાં ફરી એકવાર કોરોનાના કેસોએ જોર પકડ્યું છે. જો આપણે રાજ્યો દ્વારા જાહેર કરાયેલા આંકડાઓ પર નજર કરીએ તો હાલમાં સૌથી વધુ સંક્રમણ મુંબઈમાં થઈ રહ્યું છે. સમગ્ર મહારાષ્ટ્રમાં કોરોનાના 33,470 નવા કેસ નોંધાયા છે જ્યારે આઠ લોકોના સારવાર દરમિયાન મોત થયા છે.

bollywood news khushi kapoor jhanvi kapoor coronavirus