ફિલ્મ પ્રોડ્યુસર બન્યો યશ

02 December, 2022 05:41 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

‘KGF’ની આગામી સિરીઝ વિશે પણ કોઈ માહિતી તેણે નથી આપી.

યશ

‘KGF’ અને ‘KGF: ચૅપ્ટર 2’માં પોતાની ઍક્ટિંગથી લોકોનાં દિલમાં વર્ચસ્વ જમાવનાર સાઉથનો યશ હવે ફિલ્મ પણ પ્રોડ્યુસ કરવાનો છે. તેની દીકરી આયરાના નામે તે પ્રોડક્શન હાઉસ શરૂ કરવાનો છે. તેના માટે તેની દીકરી લકી છે. હંમેશાંથી તેનું પ્રોડક્શન હાઉસ હોય એવી તેણે ઇચ્છા રાખી હતી. તેણે હજી સુધી તેના આગામી પ્રોજેક્ટ્સની જાહેરાત નથી કરી. ‘KGF’ની આગામી સિરીઝ વિશે પણ કોઈ માહિતી તેણે નથી આપી. હવે તેના તરફથી કોઈ અનાઉન્સમેન્ટ થાય એની આપણે રાહ જોવી પડશે.

entertainment news bollywood news bollywood gossips bollywood