Kesari ફિલ્મ કલેક્શન : 14 દિવસમાં અક્ષયની ફિલ્મે કમાયા આટલા કરોડ...

04 April, 2019 05:02 PM IST  | 

Kesari ફિલ્મ કલેક્શન : 14 દિવસમાં અક્ષયની ફિલ્મે કમાયા આટલા કરોડ...

કેસરી બોક્સ ઑફિસ કલેક્શન

અક્ષય કુમારની ફિલ્મ કેસરીએ બોક્સ ઑફિસ કલેક્શનમાં તહલકો મચાવ્યો છે એવામાં બે અઠવાડિયા પૂરાં થતાં ફિલ્મની કમાણી 131 કરોડ સુધી પહોંચી ગઈ છે. ફિલ્મનો આગામી ટારગેટ 150 કરોડની કમાણીનો છે. ફિલ્મની કમાણીની ગતિમાં થોડી ફેર પડ્યો છે પણ તે કાયમી નથી. આ આધારે કહી શકાય કે ત્રીજું અઠવાડિયું પૂરું કરતાં ફિલ્મ 150 કરોડની કમાણીનો આંકડો પાર કરી લેશે. ફિલ્મ ટ્રેડ એક્સપર્ટ્સની માન્યતા છે કે ત્રીજા અઠવાડિયે નવી ફિલ્મ રિલીઝ થયા બાદ કેસરી માટે 150 કરોડના આંકડે પહોંચવું સરળ નહીં હોય. મંગળવારે ફિલ્મે 2 કરોડ 75 લાખ રૂપિયાનું કલેક્શન કર્યું અને તેની સાથે જ ફિલ્મ 131.03 કરોડ રુપિયા સાથે સુપરહિટ ફિલ્મોમાં સામેલ થઈ.

પહેલા અઠવાડિયામાં 100 કરોડની કમાણી

કેસરી પહેલા અઠવાડિયામાં 100 કરોડની કમાણીના આંકડે પહોંચી ગઈ હતી. આ કારણે એવું માનવામાં આવતું હતું કે ફિલ્મ બીજા અઠવાડિયે 150 કરોડની કમાણી પૂરી કરી લેશે. પણ આઇપીએલ શરૂ થયા બાદ એવું ન બની શક્યું. હવે જોવાનું એ છે કે 150 કરોડના આંકડે પહોંચવા માટે ટીમ કયા પગલા લેશે.

આ વાંચો : લિઝા રૅઃજાણો કેવી રીતે અભિનેત્રીએ કેન્સરને આપી માત

કુલ 4200 સ્ક્રિન પર થઈ હતી રિલીઝ

અક્ષય કુમાર અને પરિણીતિ ચોપડાની ફિલ્મ કેસરી દેશ-વિદેશમાં કુલ 4200 સ્ક્રિન પર રિલીઝ થઈ હતી. અક્ષય કુમારે જબરજસ્ત એક્શનથી લોકોના મન જીતી લીધા છે. અક્ષય કુમાર અને પરિણીતિ ચોપડાની ફિલ્મ કેસરી સારાગઢીના યુદ્ધ (બેટલ ઑફ સારાગઢી) પર આધારિત છે. તેની ફિલ્મને વર્ષ 2019ની ગ્રાન્ડ ઓપનિંગ મળી છે. અક્ષય કુમારની ફિલ્મ કેસરીને વિવેચકોની પણ ઘણી વાહવાહી મળી છે. કેસરી અને અનુરાગ સિંહે ડિરેક્ટ કરી છે અને કરણ જોહરે પ્રૉડ્યુસ કરી છે.

bollywood akshay kumar parineeti chopra bollywood events bollywood news bollywood gossips